ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫૭ રુપિયાનો ઘટાડો
નવી દિલ્હી, આજે એકવાર ફરી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. આ સાથે લોકો માટે ખુશીનો ડબલ ડોઝ આવ્યો છે. જાેકે આજનો ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં થયો છે. સરકારી તેલ કંપનીઓ દર વખતે મહિનાની પહેલી તારીખે ગેસની કિંમતોનો રિવ્યુ કરે છે અને તે મુજબ વધારો ઘટાડો કરે છે. 157 rupees reduction in gas cylinder price
તેવામાં આ કંપનીઓએ ૧ સપ્ટેમ્બરથી લાગુ કિંમતોને અપડેટ કરી દીધી છે. જે મુજબ ડોમેસ્ટિકની કિંમતોમાં ૩ દિવસ પહેલાં કરવામાં આવેલ ફેરફાર યથાવત રાખ્યો છે પરંતુ સાથે સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ ૧૫૭ રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજ સપ્તાહમાં મંગળવાર એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાં ૨૦૦ રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ ફેરફાર બાદ દેશમાં ન્ઁય્ ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતોમાં મોટા ફેરફાર થયા હતા અને દેશની રાજધાની દિલ્હી સિલિન્ડરની કિંમત ઘટીને ૯૦૩ રુપિયા પર આવી ગઈ હતી.
હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રાહત કરવામાં આવતાં શહેરો અનુસાર જાેઈએ કે કયા કયા શહેરમાં શું શું કિંમત છે તો દિલ્હીમાં ૧૬૮૦ની જગ્યાએ ૧૫૭ રુપિયા સસ્તું થઈને કોમર્શિયલ સિલિન્ડર ૧૫૨૨.૫૦ રુપિયાનો થઈ ગયો છે. કોલકાતામાં નવી કિંમત ૧૬૩૬, તેવી જ રીતે મુંબઈમાં ૧૪૮૨ , ચેન્નઈમાં ૧૬૯૫ રુપિયામાં મળશે.
જ્યારે ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતો દિલ્હી રૂ. ૯૦૩ છે. કોલકાતામાં રૂ.૯૨૯ છે. મુંબઈમાં રૂ. ૯૦૨.૫૦ અને ચેન્નાઇમાં રૂ. ૯૧૮.૫૦. સરકારે ૨૯ ઓગસ્ટની સાંજે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ૩૦ ઓગસ્ટે નવા દરો લાગુ કરવામાં આવ્યા હતા.
ઉજ્જવલા યોજના હેઠળ આવતા ૧૦ કરોડથી વધુ લોકોને ૪૦૦ રૂપિયાનો લાભ મળશે કારણ કે તેમને પહેલાથી જ ૨૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી હતી.SS1MS