10 ભાષાઓનું જ્ઞાન ધરાવતા 19 વર્ષીય રાજમાનની સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી
10 ભાષાઓનું જ્ઞાન ધરાવતા 19 વર્ષીય રાજમાનને રાજ્યપાલે અભિનંદન આપ્યા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિશ્વની અન્ય છ ભાષાઓનું પ્રમાણિત જ્ઞાન ધરાવતા ૧૯ વર્ષીય યુવાન શ્રી રાજમાન નકુમને અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી રાજમાન નકુમને ભાષાઓનું અતિ દુર્લભ એવું આ જ્ઞાન વિકસિત કરીને માતા-પિતા, ગુજરાત પ્રદેશ અને ભારતનું ગૌરવ વધારવા શુભકામનાઓ પાઠવી હતી.
મૂળ રાજકોટના વતની અને અત્યારે આણંદની જી.સેટ. કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા શ્રી રાજમાન કપિલ નકુમ ભારતીય ભાષાઓ ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ઈટાલીયન, પોર્ટુગીઝ અને રશિયન ભાષા બોલી, લખી અને વાંચી શકે છે. તમામ ભાષાઓનો અભ્યાસ કરીને તેમણે વિધિવત પ્રમાણપત્રો મેળવ્યા છે.
ગુજરાતના નાની વયમાં ૧૦ ભાષાઓ જાણતા શ્રી રાજમાન નકુમની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે. શ્રી રાજમાન નકુમે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદ મેળવ્યા હતા.