રાજ કુમાર મીના કુમારીને ન કહી શક્યા દિલની વાત
મુંબઈ, રાજ કુમારે ૧૯૫૨માં આવેલી ફિલ્મ રંગીલીથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે મધર ઈન્ડિયા અને ‘લાલ પથ્થર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. તેઓ તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા, પરંતુ તેમના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખતા હતા. તેમના અફેર અને રિલેશનશિપના ઓછા સમાચાર સાંભળવા મળે છે, જાે કે માત્ર થોડા જ લોકો જાણે છે કે તે ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે ખૂબ જ પ્રેમમાં હતા.
રાજ કુમાર હેમા માલિનીથી એટલા પ્રેરિત હતા કે તેમણે ‘લાલ પથ્થર’ના દિગ્દર્શક એફસી મેહરાને વૈજયંતિમાલાને બદલે નવી અભિનેત્રી હેમા માલિનીને કાસ્ટ કરવા કહ્યું. પરંતુ જ્યારે હેમા માલિનીને ‘લાલ પથ્થર’ની ઓફર મળી ત્યારે તેણે ના પાડી દીધી, જાેકે રાજ કુમારની ઘણી સમજાવટ બાદ હેમા માલિનીએ આ ફિલ્મ કરવા માટે સંમતિ આપી.
લાલ પથ્થરના શૂટિંગ દરમિયાન રાજ કુમાર સંપૂર્ણપણે હેમા માલિનીના પ્રેમમાં પડી ગયા હતા. હેમા પણ તેમની ખાસ સ્ટાઈલથી પ્રભાવિત થઈ હતી. અહેવાલો અનુસાર, રાજ કુમારે ફિલ્મ રિલીઝ થયા પછી હેમા માલિની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ડ્રીમ ગર્લ તેમની ફેન હોવા છતાં તેને નકારી કાઢ્યો હતો.
રાજ કુમારનું દિલ તૂટી ગયું હતું, પરંતુ હેમા માલિની હજી પણ તેમને પોતાનો પ્રિય અભિનેતા કહે છે. રાજ કુમાર પણ મીના કુમારીના પ્રેમમાં પડ્યા હતા. રાજ કુમાર તેની ફિલ્મ ‘પાકીઝા’ના શૂટિંગ દરમિયાન મીના કુમારીના પ્રેમમાં પડ્યા હતા.
શૂટિંગ દરમિયાન તે મીના કુમારીની સુંદરતામાં એટલા મશગૂલ થઈ જતા હતા કે તે ઘણીવાર ડાયલોગ્સ બોલવાનું ભૂલી જતા હતા, પરંતુ મીના કુમારીના લગ્ન ‘પાકીઝા’ના ડિરેક્ટર કમલ અમરોહી સાથે થઈ ચૂક્યા હતા. મીના કુમારી પરિણીત હતી, તેથી રાજ કુમાર ક્યારેય તેમની સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી શક્યા નહીં. બાદમાં, રાજ કુમારે જેનિફર સાથે લગ્ન કર્યા, જે એક એર હોસ્ટેસ હતી જે એંગ્લો-ઈન્ડિયન હતી. લગ્ન પછી જેનિફરે પોતાનું નામ બદલીને ગાયત્રી કરી દીધું.
રાજ કુમાર અને ગાયત્રી જીવનભર સાથે રહ્યા. તેમને ત્રણ બાળકો છે, જેમના નામ છે- પુરુ રાજ કુમાર, પાણિની રાજ કુમાર અને વાસ્તવિકતા પંડિત. રાજ કુમારનું ૩ જુલાઈ ૧૯૯૬ના રોજ ૬૯ વર્ષની વયે ગળાના કેન્સરને કારણે અવસાન થયું હતું.SS1MS