Western Times News

Gujarati News

હોલીવુડ સુપરસ્ટાર જિમ કેરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર કોમેડિયન

મુંબઈ, જાે તમે હોલીવુડની ફિલ્મો જાેવાના શોખીન છો, તો તમે ચોક્કસપણે જીમ કેરીને ઓળખતા હશો. સિલ્વર સ્ક્રીન પર કોમેડીના મામલે જીમનો કોઈ મુકાબલો નથી. તેણે તેની કારકિર્દીમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે, જે કલ્ટ ક્લાસિક પણ સાબિત થઈ છે. કોમેડિયન અને એક્ટર જિમ કેરીની ગણતરી મોંઘા સ્ટાર્સમાં થાય છે.

૧૫ વર્ષ પહેલા તે એક ફિલ્મ માટે એટલો ચાર્જ લેતો હતો કે મેકર્સ તેને કાસ્ટ કરતી વખતે પરસેવો પાડી દેતા હતા. આજે ભલે બોલિવૂડ સ્ટાર્સ ૧૦૦ કરોડ અથવા ૧૦૦ કરોડથી વધુની ફી લે છે, પરંતુ જિમ કેરીએ આ કામ ઘણા સમય પહેલા કરી દીધું છે. હોલીવુડ સુપરસ્ટાર જિમ કેરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર કોમેડિયન તરીકે ઓળખાય છે.

૯૦ના દશકમાં તેની ફિલ્મો ‘ધ માસ્ક’ અને ‘લાયર લાયર’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. જે બાદ તેણે મેકર્સ પાસેથી મોટી ફી લેવાનું શરૂ કર્યું. અહેવાલ અનુસાર, જિમ કેરીએ ‘બ્રુસ ઓલમાઈટી’ (૨૦૦૩) અને ‘યસ મેન’ (૨૦૦૮) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મો માટે, અભિનેતાને ૩૫ મિલિયન ડોલર એટલે કે ૧૫૦ કરોડ રૂપિયાની ફી મળી, જે આજની તારીખમાં લગભગ ૨૯૦ કરોડ રૂપિયા છે. આજે પણ જીમ કેરી એક ફિલ્મ માટે ૧૩૦ કરોડથી ૧૬૦ કરોડ રૂપિયા લે છે.

આ રકમ બોલિવૂડના ઘણા સ્ટાર્સની ફી કરતા ઘણી વધારે છે. વર્ષ ૨૦૦૮માં, અભિનેતાની ઇં૩૫ મિલિયનની ફી તે સમયે બ્રાડ પિટ, વિલ સ્મિથ જેવા પ્રખ્યાત હોલીવુડ સ્ટાર્સ કરતા વધુ હતી. વિલ સ્મિથે વર્ષ ૨૦૨૧માં Emancipation માટે સૌથી વધુ ઇં૩૦ મિલિયન વસૂલ્યા હતા. તે જ સમયે, બ્રાડ પિટની ફી પણ તે સમયે લગભગ સમાન હતી. સાઉથના સુપરસ્ટાર થલાપથી વિજય સૌથી વધુ કમાણી કરનારા ભારતીય કલાકારોની યાદીમાં ટોચ પર છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, થલપતિ વિજયે ફિલ્મ ‘લિયો’ માટે ૨૦૦ કરોડ રૂપિયાની ફી લીધી છે. જ્યારે શાહરૂખ ખાન, સલમાન ખાન અને પ્રભાસની ફી ૧૨૦ કરોડથી ૧૫૦ કરોડની આસપાસ છે. આમિર ખાન અને રજનીકાંત પણ એક ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ ફી લે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.