વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, રાજ્યમાં ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો બાદ સપ્ટેમ્બરની શરુઆતમાં પણ રાજ્યમાં વરસાદની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. હાલ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં અઠવાડિયા દરમિયાન કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરીને ખુશખબર જણાવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ ઉભી થઈ હોવાનું જણાવ્યું છે.
આ દરમિયાન તેમણે રાજ્યના કયા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે અંગે વાત કરી છે. હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહણે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, અઠવાડિયા દરમિયાન વરસાદની સંભાવનાઓ જાેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, નર્મદ, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલી વગેરેનો સમાવેશ થાય છે.
આ સિવાય અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલમાં પણ હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેની સાથે સૌરાષ્ટ્ર અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ વગેરેમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જાેકે, કચ્છનો ભાગ સૂકો રહેવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આ વરસાદ અંગેના કારણ વિશે પણ વાત કરી છે.
અમદાવાદ શહેર અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કોઈ એકાદ જગ્યા પર હળવો વરસાદ આજના દિવસમાં થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાનું કારણ રજૂ કરીને જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન બન્યું છે, જે લો-પ્રેશર બની શકે છે, જેની અસરથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે ૭, ૮ અને ૯ તારીખે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદ થવાની આશાઓ અગાઉ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે પણ વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખુશખબરી આપી છે. હવામાન વિભાગની તારીખો અનુસાર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મેઘરાજા પ્રસન્ન થઈ શકે છે.SS1MS