Western Times News

Gujarati News

શ્રાવણના સોમવારે સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું

ગીર સોમનાથ, આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગીર સોમનાથમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને નજીકમાં જન્માષ્ટમીના તહેવારોને કારણે ભાવિકો ઉમટી પડયા છે. વહેલી સવારે મહાદેવના કપાટ ખુલતાની સાથે પ્રભાસ ક્ષેત્ર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્‌યું હતુ.

પવિત્ર શ્રાવણ માસ અડધો પસાર થઈ ચૂક્યો અને નજીકમાં જન્માષ્ટમી સહિતના તહેવાર પણ આવી રહ્યા છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને લઈ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

વહેલી સવારે શ્રાવણ માસના સોમવારને લઈ સોમનાથ મંદિર ભાવિ ભક્તો માટે સવારે ૪ વાગ્યે ખોલવામાં આવે છે અને અવિરત રાત્રીના ૧૦ વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સતત ખુલ્લું રાખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી આવતા ભાવિ ભક્તો પણ એક બે વાર નહિ પરંતુ અનેક વાર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સોમનાથ મહાદેવ કે જેમના ભક્તો ભારતભરમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ આટલા ભક્તો જાેવા મળે છે.

ત્યારે કેટલાક ભક્તો મહાદેવના દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય છે. તો કેટલાક વિદેશમાં વસતા ભક્તો પ્ત્‌યક્ષ દર્શન માટે પણ આવતા હોય છે. ત્યારે દૂર દૂરથી આવતા ભાવિ ભક્તો પણ મહાદેવના દર્શન અને સોમનાથ આસપાસના ખુશનુમા વાતાવરણ અને સમુદ્રનો નજારો જાેઇને અલગ જ અનુભૂતિ કરે છે. સોમવાર બાદ જન્માષ્ટમી નિમિત્તે પણ ભક્તોની ભારે ભીડ જાેવા મળશે તેવી શક્યતા સેવાઇ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.