Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધનો નિર્ણય લીધો આ સમાજના લોકોએ

પ્રતિકાત્મક

અમદાવાદ, કુરિવાજાેને હવે બંધ કરવા માટે વિસનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે પહેલ કરી છે. સમાજની વિસનગરમાં બેઠક મળી હતી અને સમાજનું બંધારણ હવે વધારે કડક કરવામાં આવ્યું છે ઠાકોર સમાજના બંધારણમાં કડકાઈ વધારતા કેટલીક પ્રથાઓને બંધ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.

ખાસ કીરને લગ્ન પ્રસંગમાં છેલ્લા કેટલાક સમયથી ડીજે વગાડવાનું ચલણ અને શોખ વધ્યો છે. લગ્ન પ્રસંગ હોય એટલે ડીજે જાણે કે ફરજિયાત હોય તેવું જાેવા મળતું હતું. તેના માટે મોટા ખર્ચા લગ્ન કરનારા દીકરા-દીકરીના પરિવારને વેઠવા પડતા હતા.

જાન તેડાવવા માટે અને એ પહેલા વરઘોડામાં પણ ડીજે બોલાવીને તેની પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે વિસનગરના ઠાકોર સમાજે લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ સિવાય લગ્ન પ્રસંગ દરમિયાન લગ્ન સ્થળે આસપાસ જુગાર રમાતો હોય છે એ પણ બંધ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.