મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો
અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં તેમને ગુજરાત લાવવામાં આવશે. અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં મુંબઈ ખાતેથી અમદાવાદ લાવવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં અનુજ પટેલની સારવાર ચાલી રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો છે. ત્યારે અનુજ પટેલને આજે ગુજરાત પરત લાવવામાં આવશે. બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવશે.
રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલ ઘરે પરત ફરશે. આજે મોડી સાંજ સુધીમાં ઘરે પહોંચશે અને ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં ઝ્રસ્ દર્શન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા ત્રણ મહિના અગાઉ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.