Western Times News

Gujarati News

સ્કૂલબોર્ડના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા તેવા 639 શિક્ષકોને સન્માનીત કરાયા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શિક્ષકદિનની અનોખી ઉજવણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષકદિન નિમિત્તે હાલમાં જેઓ શિક્ષક તરીકે સ્કૂલ બોર્ડમાં ફરજ બજાવે છે અને સ્કૂલ બોર્ડના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેવા ૬૩૯ શિક્ષકોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરી એક અનોખા અભિગમ સાથે શિક્ષકદિન ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે જે વિદ્યાર્થીનો ઝ્રઈ્‌ પરીક્ષમાં ૯૦ % ગુણ મેળવ્યા છે તેમને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ એ આ અંગે વધુમાં જણાવ્યું હતું સ્કૂલબોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આવો ગૌરવીય કાર્યક્રમ થયો છે.

આવા ગૌરવાન્વિત કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરના મેયર કીરીટભાઈ પરમાર દ્વારા શિક્ષકોને શુભકામના પાઠવતા જણાવ્યું કે શિક્ષકનો જ સમાજ સેવા સાથે વ્યવસાય કરે છે. શિક્ષક જ આવનાર પેઢીને યોગ્ય દિશા પ્રદાન કરાવી શકે છે. શિક્ષક જ રાષ્ટ્રનિર્માતા છે.

તેમણે તેમના વક્તવ્યમાં અંતમાં જણાવ્યું કે શિક્ષક દ્વારા જે પ્રકારના સમાજની કલ્પના કરવામાં આવી હોય તે મુજબ સમાજ અને નાગરીકો નિર્મિત થાય છે. આ શિક્ષક સન્માન કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેષભાઈ બારોટ ,પક્ષના નેતા ભાસ્કરભાઇ ભટ્ટ, સ્ફૂલ બોર્ડના ચેરમેન ડૉ.સુજયભાઇ મહેતા અને શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.