Western Times News

Gujarati News

રેલવે કર્મીની માથામાં લાકડાના ડંડાના ફટકા મારીને હત્યા કરાઈ હતી

share broker suicide

પ્રતિકાત્મક

ડાકોર નજીક રેલ્વે કર્મીની હત્યાઃ લાશને નજીકમાં આવેલા કુવામાં ફેંકી દેવાના રહસ્યમય બનાવ પરથી ઉમરેઠ પોલીસે પડદો ઉંચકી નાંખ્યો છે. 

ડાકોર, ડાકોર ખાતે રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા કર્મીની ચારેક દિવસ પહેલા માથામાં લાકડાના ડંડાના ફટકા મારીને હત્યા કર્યા બાદ લાશને નજીકમાં આવેલા કુવામાં ફેંકી દેવાના રહસ્યમય બનાવ પરથી ઉમરેઠ પોલીસે પડદો ઉંચકી નાંખ્યો છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે ડાકોર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

જ્યાં પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. જાખેડ ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડી નજીકના કુવામાંથી ચાર દિવસ પહેલાં ડાકોર હોમ્સમાં રહેતા કલ્પેશભાઈ જયંતિભાઈ મકવાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આ અંગે ડાકોર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પ્રેમપ્રકરણ સહિત વિવિધ મુદ્દાઓ ઉપર તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, મરણ જનાર કલ્પેશભાઈ મકવાણા બનાવના દિવસે એટલે કે ૧૦મી તારીખના રોજ રાત્રીના સુમારે ઉમરેઠ ખાતે હતો અને તેની સાથે એક બાઈક ચાલક પણ હતો.

પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ કરતા ઉમરેઠના એક પેટ્રોલપંપ પાસેના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જ્યાં કલ્પેશભાઈ મકવાણાએ પોતાના એક્ટીવામાં પેટ્રોલ પુરાવ્યું હતુ. તે દરમ્યાન બાઈક નંબર જીજે-૦૭, સીજે-૩૦૩૪નો ચાલક બહાર તેની રાહ જાેઈને ઉભેલો અને ત્યારબાદ બન્ને જણાં સાથે ડાકોર તરફ જવા નીકળ્યાનું જાણવા મળ્યું હતુ.

પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ કરતા યુવાન ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે રહેતો રવિન્દ્રભાઈ સંજયભાઈ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તેની તપાસ હાથ ધરતા તે ડાકોર રોડ પરથી બાઈક સાથે મળી આવતાં પોલીસ મથકે લઈ જઈને તેની યુક્તિપુર્વકની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે પડી ભાંગ્યો હતો અને તેણે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.