ભાજપના ધારાસભ્ય પત્નીને બંધક બનાવી દાગીના સહિત રોકડની લૂંટ

પ્રતિકાત્મક
ભિલોડાના ભાજપના ધારાસભ્ય બરંડાના ઘરે લૂંટારુઓ ત્રાટક્યા
અમદાવાદ, ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે. પૂર્વ આઈપીએસ અને ધારાસભ્ય પી.સી બરંડાના ઘરમાં તેમના પત્ની રાત્રિ દરમિયાન આરામ કરી રહ્યા હતાં. ત્યાં અચાનક અવાજ આવતા તેમના પત્નીએ લાઈટો ચાલુ કરીને જાેયુ પણ કોઈ ન દેખાતા તેઓ ફરી સુવા જતા રહ્યાં.
બાદમાં ફરી અવાજ આવતા તેમણે આંખ ખોલીને જાેતા સામે બે લોકો મોઢે કાળુ માસ્ક પહેરીને ઉભા હતા. જે બાદ ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી. ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરાઈ. જાેકે, આ ઘટનામાં ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી.
આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી.સી. બરંડા ગાંધીનગરથી પોતાના ઘરે પહોંચ્યા હતા. ભીલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પી.સી. બરંડાના વાકા ટીંબા ગામના ઘરમાં લૂંટની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ અરવલ્લી એસપી સહિત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો.
ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાઈ રહી છે. જાેકે, ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. કારણ કે, ધારાસભ્યનું ઘર પણ હવે સલામત નથી તેવા સવાલો ઉઠ્યા છે. હાલ લૂંટની ઘટનાનું પગેરુ મેળવવા અરવલ્લીની પોલીસ કામે લાગી છે. અરવલ્લી પોલીસ ડુંગરપૂર તરફ જવા રવાના થઈ છે.
પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરુ કરાઈ છે. બે બુકાનીધારી લૂંટારુઓએ ધારાસભ્યની પત્નીને ધમકી આપી હતી. મોઢું અને હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં લૂંટ ચલાવી હતી. ‘ઉદેપુર સે આયે હે’ કહી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે.