Western Times News

Gujarati News

ગુજરાતમાં આવતું અઠવાડીયું વરસાદ તૂટી પડશેઃ હવામાન વિભાગની આગાહી

પ્રતિકાત્મક

જામનગર, અમરેલી, મહુવા, રાજુલા, દ્વારકામાં વરસાદ, ખેડૂતો ખુશ

ગાંધીનગર, રાજ્યમાં આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો અને વરસાદનો ક્યાંય છાંટોય જાેવા મળ્યો હતો. ત્યારે ફરી સપ્ટેમ્બરમાં મેઘરાજા જાણે વેકેશન ગાળી ફરી જમાવટ કરવા આવી ગયા છે. જેમા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં હેત વરસાવી રહ્યા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો.

ભાવનગરના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તરામાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના કાલાવડ તેમજ આસપાસના ગામોમાં પણ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, રાજુલામાં પણ વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા સહિત વિસ્તારોમાં કાચા સોના સમાન સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે

અને પાકને જીવતદાન મળ્યુ છે. આ તરફ વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. તો સુરત, માંગરોળ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ. રાજ્યમાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૬-૧૭-૧૮ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

૧૬ તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.