Western Times News

Gujarati News

વિજાપુરમાં ચોરી થયેલ ઈકો ગાડીનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) મહેસાણા જીલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચેક માસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી ઈકો ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા ” શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ , ભુજ તથા બનાસકાંઠા

જીલ્લા ઈચા.પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.વ્યાસ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય . ગીગાંવમા જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી ડી.આર.ગઢવી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પો.સબ.ઈન્સશ્રી એમ.કે.ઝાલા તથા પો.સબ.ઈન્સશ્રી એચ.કે.દરજી સાહેબના

નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી સ્ટાફના માણસો હડાદ પો.સ્ટે . વિસ્તારમાં હડાદ ખેડભ્રહ્મા હાઈવે રોડ માંકડ ચંપા બસ સ્ટેશન આગળ વાહન ચેકીંગ દરમ્યાન એક નંબર વગરની ઈકો ગાડીના ચાલકને ઉભો રખાવી ગાડીના ચાલકની પાસે ગાડીના સાધનિક કાગળો માંગતો કોઈ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા – તલ્લા કરતો હોય

અને સદરે ઇકો ગાડીનો ચાલક શંકાસ્પદ જણાતાં પંચો રૂબરૂ સદરે ઇસમનુ નામ – ઠામ પુછતા પોતે પોતાનુ નામ વિકેશકુમાર સવજીરામ જાતે.પારગી ઉ.વ .૨૫ ધંધો.મજુરી રહે.ગામ.સડા ફળીયું લુંક તા.કોટડા જિ.ઉદેપુર પોલીસ સ્ટેશન કોટડા ( રાજસ્થાન ) વાળો હોવાનુ જણાવતો હોય

તેની પાસે આ નંબર વગરની ઇકો ગાડી કયાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે ઇકો ગાડી તેને પાચેક માસ અગાઉ વિજાપુર કસાઈવાડા મસ્જીદ પાસેથી ચોરી કરેલ હતી અને ત્યાર બાદ ગાડીની નંબર પ્લેટો ખોલી નાખેલ હોવાની વિગત જણાવતો હોય જે બાબતે વિજાપુર પો.સ્ટે . ખાત્રી તપાસ કરતા ગુનો રજી.થયેલ હોય

સદરે કબ્જે ઇકો ગાડી જે એન્જીન ચેચીસ નંબર ઉપરથી ઇ – ગુજકોપ માં તપાસ કરતા તેનો આર.ટી.ઓ. રજી . નંબર જી.જે.૩૮.બી .૬૯૪૦ નો હોય જે ગાડીની કિ.રૂ .૩,૫૦,૦૦૦ / – ની ગણી કલમ .૧૦૨ મુજબ કબ્જે કરી હડાદ પોલીસ સ્ટેશને ડાયરીએ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે .

આરોપી- વિકેશકુમાર સવજીરામ પારગી ઉવ .૨૫ ધંધો.મજુરી રહે.ગામ.સડા ફળીયું લુંક તા.કોટડા જિ.ઉદેપુર પોલીસ સ્ટેશન કોટડા ( રાજ ) રીકવર કરેલ મુદામાલ- ઈકો ગાડી આર.ટી.ઓ. રજી . નંબર જી.જે.૩૮.બી .૬૯૪૦ નો હોય જે ગાડીની કિ.રૂ .૩,૫૦,૦૦૦ / શોધેલ ગુનો વિજાપુર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૬૦૭૪૨૩૦૨૬૩/૨૦૨૩  કલમ ૩૭૯ મુજબ આરોપીનો ગુનાહિત ઈતિહાસ . ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૫૦૦૪૨૩૦૦૨૮/૨૦૨૩ કલમ ૩૭૯ મુજબ કામગીરી કરનાર એલ.સી.બી.ના અધિશ્રી તથા કર્મચારીઓની વિગત ઃ ૧. રઘુવિરસિંહ રણજીતસિંહ રાજેશભાઇ હરીભાઇ પુંજાભાઇ નાથાભાઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.