Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ જાહેર

મુંબઈ, ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વનડે મેચની ટીમ જાહેર કરી દીધી છે. પ્રથમ બે વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ત્રીજી વનડેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વાપસી થશે.

પ્રથમ બે વનડે માટે ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, આર અશ્વિન, વોશિંગટન સુંદર.

ત્રીજી વનડે માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગટન સુંદર.

ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ કાર્યક્રમ
પ્રથમ વનડે- ૨૨ સપ્ટેમ્બર, મોહાલી
બીજી વનડે- ૨૪ સપ્ટેમ્બર, ઈન્દોર
ત્રીજી વનડે- ૨૭ સપ્ટેમ્બર, રાજકોટ

ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જાેશ હેઝલવુડ, જાેશ ઈંગ્લિશ, સ્પેન્સર જાેનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.