મનની આંતરિક શક્તિ: પ્રેમ ,લાગણી અને મૈત્રી સૌથી શ્રેષ્ઠ સારવાર

પ્રતિકાત્મક
લુસી કહે છે કે,ક્રોધ ,નારાજગી અને નફરત એ પ્રેમની ગેરહાજરીના લીધે જન્મે છે. પ્રેમ ,લાગણી અને મૈત્રી સૌથી શ્રેષ્ઠ સારવાર છે. પ્રેમથી મળેલી સારવાર રોગીઓને ખુબ ઝડપથી સાજા કરી શકે છે .
લુસી .એલ.હે .એક એવી સ્ત્રી ,જેણે દુનિયાના સુખ અને દુઃખના બન્ને અંતિમ બિંદુઓની વચ્ચે માત્ર શ્વાસ લેવાનું નથી સ્વીકાર્યું .તેઓ અનોખી જિંદગીને જીવીને અન્ય લોકો અને રોગીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે .એક જીવનમાં હજારો જિંદગી એકસાથે જીવનાર લુસીના જીવન અને એના પડાવો વિષે જાણીશું. લુસી ની સિદ્ધિઓની પણ ખાસ ચર્ચા કરીશું .
લુસીનો જન્મ અમેરિકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૧૯૨૬ના ઓક્ટોબરની ૮ મી તારીખ ખુબ જ સાધારણ કુટુંબમાં થયો હતો .તે જયારે માત્ર અઢાર માસની હતી ત્યારે તેઓના માતાપિતાએ છૂટાછેડા લીધા હતાં . ત્યારથી શરૂ થઇ લુસીની અત્યંત દુઃખદાયક જિંદગી . જિદ્દી માતા અને ક્રૂર સાવકા પિતા પાસેથી લુસીને માત્ર યાતનાઓ અને પીડા જ મળી .પાંચ વર્ષની કુમળી વયે તેના પર બળાત્કાર થયો .લુસીનું બાળપણ ગરીબી અને જાતિય અત્યાચારોથી ઘેરાયેલું રહ્યું .
પંદર વર્ષની વયથી જ શાળાનો અભ્યાસ છોડી લુસીએ હોટેલમાં વેઇટ્રેસની નોકરી સ્વીકારી .લુસી એ ખુબ મહેનત કરી માત્ર જીવવા માટે ખુબ યાતનાઓ સહી …આવી અત્યંત કઠિન પરિસ્થિતિમાં એક નવો ઉમેરો થયો .તે માત્ર સોળ વર્ષની વયે મા બની ગઈ .કોઈપણ સંજાેગો આવે તો પણ હિંમત હાર્યા વગર એણે એ બાળકીની તમામ જવાબદારી સ્વીકારી .
થોડાંક સમય બાદ એને એક અંગ્રેજ જાેડે લગ્ન કર્યા .લગ્ન બાદ તેઓ એ પોતાનો અભ્યાસ પૂરો કરવાંની ઈચ્છા પોતાનાં પતિ સમક્ષ મૂકી . પતિએ એ માંગણી સ્વીકારતાં લુસીએ હેરફિલ્ડમાં આવેલ ‘મહિષીસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી’માં પ્રવેશ મેળવ્યો . ત્યાં તેઓએ કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયોનો ઊંડાણથી અભ્યાસ કર્યો .
લુસીને કેટલીક ફિલ્મોમાં કામ કરવાની તકો પણ મળી . એની અદભુત પ્રતિભાને લીધે એને મોડેલીગની ઓફરો પણ આવવા લાગી . અહીં લુસીએ બ્યુટી એન્ડ ફેશન વર્લ્ડ માં ખુબ પ્રસિદ્ધિ મેળવી . તે એક સુપર મોડલ બનીને દુનિયામાં ખુબ આગળ આવી .
પરંતુ થોડાક સમય બાદ એને પોતાનાં મનની આંતરિક દુનિયામાં ખોજ કરવાની ઈચ્છા જાગી . આટલી બધી પ્રસિદ્ધિ પછી પણ એ ખુશ કેમ નથી …?એ જાણવાં એને આધ્યાત્મિક બનવાનો માર્ગ લીધો .તેના માટે માટે ધ્યાન ,યોગ અને પ્રાર્થનાનો રસ્તો અપનાવ્યો .તેઓ એક ચર્ચ કાઉન્સલર અને મોટિવેશનલ સ્પીકર બન્યા .
લુસી ના મત મુજબ વ્યક્તિનું જરૂરથી વધુ વિચારવું એનો વિનાશ નોતરે છે .દરેક સબંધને જરૂરી આઝાદી આપવાથી જ તે વધુ મજબૂત બનશે એવી સીખ તમામ લોકોને આપી . આપણી માનસિક શક્તિ આપણને આપણાં ધારેલાં તમામ ધ્યેય સુધી લઇ જાય છે એમ ભારપૂર્વક જણાવ્યું . મનનાં આંદોલનો વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સકારાત્મક રાખી શકે છે , તે પણ જણાવ્યું .
થોડાંક સમય બાદ લુસીની તબિયત અચાનક બગડવાં લાગી . ડોક્ટર્સના મત મુજબ લુસીને કેન્સર હતું .લુસીને જયારે ખબર પડી કે ,પોતાને કેન્સર થયું છે , ત્યારે તેઓએ ઓપરેશન કરાવવાની ડોક્ટર્સની સલાહને ન સ્વીકારી . લુસીએ ડોક્ટર્સની તમામ ટ્રીટમેન્ટને પણ અવગણીને કેન્સર જેવાં અસાધ્ય રોગને પોતાનાં મનની આંતરિક શક્તિથી માત આપી .કેન્સર જેવાં રોગને પણ વ્યક્તિ પોતાનાં દ્રઠ મનોબળથી મટાડી શકે છે ,એ દુનિયાને એણે બતાવી દીધું .લુસી તેને ‘મનોવૈજ્ઞાનિક ટેક્નિક સાઈકોલોજિકલ થેરપી ‘કહે છે .
લુસી કહે છે ,સૌ પ્રથમ તમે તમારી જાતને પ્રેમ કરો .અરીસા સામે ઉભા રહી પોતાની જાતને કહો કે , તું અદભુત છું ,તારામાં અસાધારણ પ્રતિભા છુપાયેલી છે . આત્મવિશ્વાસ સાથે દુનિયાની દરેક પરિસ્થિતિનો તું સામનો કર . તું ચોક્કસ સફળ થઈશ .આવાં વિચારો જ વ્યક્તિને ધારેલી સફળતા અપાવે છે .
લુસીએ અસાધ્ય રોગોના દર્દીઓ માટે આવી સેલ્ફ -હેલ્પ મુવમેન્ટ ચલાવી . ‘યુ કેન હિલ યોર લાઈફ ‘નામના લુસી લિખિત પુસ્તક ની ચાર કરોડથી પણ વધારે પ્રતો વેચાઈ ગઈ છે .લુસી કહે છે કે , વ્યક્તિ પોતાની આંતરમનની શક્તિ અને પોતાની વિચારશક્તિ વડે કોઈપણ અશક્ય કાર્ય સફળતાપૂર્વક કરી શકે છે .
,પણ જયારે નકારાત્મકતા નામની ઉધઈ માણસને લાગે ત્યારે … પ્રયત્નો ખોખલા થવા લાગે છે.વ્યક્તિને મનોબળની સાથે સાથે આત્મિય સબંધો કેળવવાં પણ એટલા જરૂરી છે . કોઈની સાથેના વ્યવહારમાં શું ખૂટે છે ?એ શોધવા આપણે આપણી ત્રુટીઓને નજરઅંદાજ કરતા શીખી ગયા છીએ.સામેવાળી વ્યક્તિમાં પોતાની જાતને મૂકી જાેવાથી સંબધો તૂટતાં અટકે છે .
લુસી જણાવે છે જે ,પ્રકૃતિ આપણને હકારાત્મક અભિગમ રાખીને જીવન જીવવાનું કહે છે . પ્રકૃતિનાં તમામ તત્વો આપણને મનુષ્યત્વનાં પાઠ શીખવે છે , આપણે એને નજરઅંદાજ કરીયે છીએ .આપણે સૌ તો પ્રકૃતિથી દૂર રહીને ભૌતિક પ્રગતિને પામવા દોડતા રહીયે છીએ . કુદરતનું અકળ મૌન વધારે ઘેરું બને એ પહેલા ,
આવતીકાલનું દ્રશ્ય આંખ સમક્ષ જીવંત બને એ પહેલા આપણે પ્રકૃતિને આત્મીય દોસ્ત બનાવીયે .આપણો આત્મવિશ્વાસ અને પ્રકૃતિનો સાથ માણસ ને ભીતરથી સુંદર બનાવે છે . વધુમાં લુસી જણાવે છે ,શરીર અને મનનું આરોગ્ય જળવવાં જાે તમે ઇચ્છતાં હોવ તો ,ક્યારેય પણ પોતાની જાતને અસહાય ન માનશો .
માનવ જ પોતાનો સૌથી સાચો મિત્ર છે . લુસીએ જે ભોગવ્યું છે ,એ તમામ સ્વાનુભવ એને એનાં પુસ્તકોમાં સમાવી લીધાં છે . કેન્સર જેવાં રોગને માત્ર પોતાની ભીતરી ચેતનાની મદદ વડે મટાડી દેવો ,એ કાંઈ નાની સુની ઘટના નથી .લુસીનાં પુસ્તકો વાંચીને કેટલાંય રોગીઓને પોતાને જીવન જીવવાની હામ મળી હશે . એટલે જ લુસીનું જીવન લાખો લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે .
લુસીના પુસ્તકો ‘એ ટુ ઝેડ ‘ અને ‘મેડિટેશન ફોર હાર્ટ એન્ડ સોલ ‘વિશ્વના પાંત્રીસ જેટલાં દેશોની ભાષામાં અનુવાદ થયા છે અને ખુબ પ્રસિદ્ધિ પામ્યા છે .લુસીએ લખેલાં પુસ્તકોમાં ,પોતાના બાળપણનાં અને કેન્સરનાં દુઃખદ અનુભવો લોકો માટે લાઈફ ચેન્જિંગ બનીને રહ્યા છે .
લુસી કહે છે કે,ક્રોધ ,નારાજગી અને નફરત એ પ્રેમની ગેરહાજરીના લીધે જન્મે છે .પ્રેમ ,લાગણી અને મૈત્રી સૌથી શ્રેષ્ઠ સારવાર છે . પ્રેમથી મળેલી સારવાર રોગીઓને ખુબ ઝડપથી સાજા કરી શકે છે .
પ્રેમભર્યા વ્યવહારમાં કેટલી તાકાત છે એનો અંદાજ લગાવવો કઠિન છે . વર્તમાન સમયમાં અસાધ્ય રોગોથી પીડાતાં લોકો જયારે જીવન ટૂંકાવા માટેના વિચારોમાં ધેરાઇ જાય છે .તેઓએ ચારેતરફ ઘોર નિરાશાની ગર્તા દેખાય છે અને આત્મહત્યા કરવાં દોરાઈ જાય છે ત્યારે ,
લુસીના પુસ્તકો એવા તમામ રોગીઓની મદદે આવે છે . રોગીઓના અંધકારમય જીવનમાં લુસીનાં પુસ્તકો આશાનું કિરણ બનીને આવે છે .જીવન જીવવાની શક્તિને મજબૂત બનાવવાની લુસીની ટેક્નિક ખરેખર ખુબ મદદરૂપ થાય છે . ભીતરી ચેતના એટલે મનની આંતરિક ઇચ્છાશક્તિ. જયારે કોઈ એક દુઃખ દૂર કરવાં આ ચેતના એકત્રિત થાય છે ત્યારે ,કુદરત પણ એને સાથ આપે છે .વ્યક્તિ જરૂર એ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવે છે .
ધ્યાન ,યોગ અને પ્રાર્થના વ્યક્તિને તમામ જાતની ઐશ્વર્યપ્રાપ્તિના દ્વાર ખોલી આપે છે . આ એક વાસ્તવિક્તા છે ,માટે દરેક વ્યક્તિએ પોતાની આંતરિક શક્તિને ઓળખવી જાેઈએ અને હિંમત હાર્યા વગર આગળ વધવું જાેઈએ .
આવો , જીવનને સકારાત્મકતાનાં આંદોલનોથી સજીવન રાખવાની કળા લુસી પાસેથી શીખીયે.