Western Times News

Gujarati News

ભેજનું પ્રમાણ વધવાથી કફ શ્વાસ દમનો હુમલો આવે છે

Files Photo

પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારુ છે કારણ કે આવો કફ શરીરને બાંધે છે,

સાંજે દહીં છાશ વાપરવાં જાેઈએ નહીં. બપોરે પણ તક્ર એટલે કે માખણ કાઢેલી છાશ હિતાવહ છે.

ચિકિત્સા ઉપર હોય છે. તમારી કઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ વિકૃત થઈ છે કે નહીં તે જાણવાની એક વિશિક્ટ કળા વિદ્વાન વૈદ્યરાજાે પાસે હોય છે. દમ શ્વાસ રોગ એક એવી અવસ્થા છે કે, જેમાં રોગીને શ્વાસ લેવા મૂકવામાં કષ્ટ પડે છે. શ્વાસનળીમાં સોજાે થવાથી તે અંદરથી સાંકડી થતાં શ્વાસ લેતાં, કાઢતાં અંદર સીટીઓ વાગતી હોય એવો અવાજ આવે છે..

શ્વાસનળી ઓથી થતો દમ, હૃદયની વિકૃતિથી થતો દમ અને કિડનીની વિકૃતિથી થતો દમ. અહીં શ્વાસનળીઓને લીધે થતા દમ વિશે નિરૂપણ કરીશું.

દમ શ્વાસના મોટા ભાગના દર્દીઓને ઋતુના પ્રભાવથી દમના હુમલા આવતા હોય છે. કેટલાક દર્દીઓને વસંત ઋતુમાં તીવ્ર હુમલા આવે છે, તો કેટલાકને વર્ષાઋતુમાં ભેજનું પ્રમાણ વધવાથી હુમલા આવે છે અને કેટલાક દર્દીઓને દિવાળી પછી તકલીફ વધતી હોય છે. એટલે આ વખતે દમના દર્દીને ઉપયોગી થાય એવું ટૂંકું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

આ પ્રમાણે ઋતુ અનુસાર અને દોષથી વિરુદ્ધ પ્રકારના આહાર વિહાર તે આરોગ્યનો, ચિકિત્સાનો અને વૈદકશાસ્ત્રનો પાયો છે. આજે પણ ઘણા વૈદ્યરાજાે એવા છે જે માત્ર તમારી નાડી જાેઈને તમને શું રોગ છે તે કહી આપે. રસવૈદ્યો તો સ્પર્શ કર્યા વગર માત્ર મુખદર્શન કરીને રોગનિદર્શન કરી શકે છે.

તમારો વાન શ્યામ છે, વાળ વાંકડિયા છે, તમે ર્નિણય જલદી નથી લઈ શકતા તો તમારો વાયુ વિકૃત થયેલો છે. તમારો વાન ઊજળો છે, વાળ જલદી સફેદ થઈ જાય છે, શરીરનો બાંધો હલકો છે, ગુસ્સો ઝડપથી આવી જાય છે, કોઈ પણ કાર્યમાં સમયસર પહોંચો છો, ર્નિણયશક્તિ પાવરફુલ છે.

તમારા ટેબલ પર એક પણ ફાઈલ પેન્ડિંગ નથી રહેતી તો તમારી પિત્ત પ્રકૃતિ છે એમ કહી શકાય. તમે આરામથી ર્નિણય લો છો, સમયથી હંમેશાં મોડા પહોંચો છો, ઘર ઑફિસ અસ્તવ્યસ્ત હોય, શરીર થોડું ભારે હોય, જ્યાં બેસો ત્યાંથી તમને ઉઠાડવા મુશ્કેલ હોય તો તમારી કફ પ્રકૃતિ છે એમ કહી શકાય.

કફ પ્રકૃતિ ઉત્તમ છે પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારુ છે કેમ કે કફ શરીરને બાંધે છે, કફ પ્રકૃતિવાળો બળવાન હોય છે, સામાન્ય રીતે રાજાઓ કફ પ્રકૃતિવાળા હોય છે, પરંતુ તે વિકૃત થાય ત્યારે દોષો ઉત્પન્ન કરે છે, જેનાથી રોગો થાય છે. કફની વિકૃતિનો મુખ્ય રોગ શરદી, કફ, સળેખમ, અસ્થમા, શ્વાસકાસ વગેરે ગણાય છે.

આજનું વેસ્ટર્ન ટાઈમ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્લેધક કફ આમાશયમાં વસે છે. તર્પક મસ્તિષ્કમાં વસે છે બોધક કફ મુખમાં વસે છે, કલેષમક કફ જાેઇન્ટ્‌સમાં વસે છે અને અવલંબક કફ હૃદયમાં વસે છે. આ પ્રકૃતિમાં જાે વાયુ ભળે તો કફ દૂષિત થવાથી બ્રોન્કલ અસ્થમા અને ઍલજર્કિ બ્રોન્કાઇસ્ટિક થઈ શકે છે. કફ પોતે પ્રકૃતિથી સ્નિગ્ધ અને ગુરુ છે.

સ્નિગ્ધ અને ગુરુ પદાર્થો ખાવાથી કફ થવાની શક્યતાઓ વધી જાય છે.. ઘઉં અને ગુંદર પદાર્થથી જ ગુરુ છે તેથી પચવામાં ભારે છે. જ્યારે દૂધને સંસ્કારિત કરવામાં આવે અને રબડી બને તો હલકું એવું દૂધ સંસ્કારથી ભારે થઈ જાય છે. જ્યારે દાળ ભાત હલકા છે, પરંતુ માત્રામાં વધારે લેવામાં આવે તો તે ભારે બને છે અને માત્રા ગુરુ થઈ જાય છે.

આજે રાતના સમયે ચૉકલેટ, મિલ્કશેક, ફ્રૂટજ્યૂસ, આઇસક્રીમ, કૅડબરી વગેરે સ્નિગ્ધ પદાર્થો ખાવાનો જે મેનિયા ઊપડ્યો છે તેને કારણે કફ અને શ્વાસનાં દર્દો વધ્યાં છે. જમ્યા પછી ક્યારે પણ આઇસક્રીમ કે મિલ્ક શેક જેવા ઠંડા પદાર્થો ન ખાવા જાેઈએ, કારણ કે પેટમાં ગયેલા અન્નને પકવવા ગરમીની જરૂર હોય છે

તેથી પાકી રહેલી ખીચડીના આંધણમાં કોઈ પાણી નાખી દે તો શું હાલત થાય? તેવી હાલત ખાધા પછી ઠંડા પદાર્થો ખાવાથી થતી હોય છે. તેથી કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે.

અપચો અને અર્જીણ હોય ત્યારે પાણી ઔષધસમાન છે. નિરામય નીરોગી અવસ્થામાં બળપ્રદ છે, જમતી વખતે થોડું પાણી પીવાથી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. જમ્યા પછી પોણોએક કલાક પછી થોડું થોડું પાણી દર પંદર મિનિટે પીવું જાેઈએ. જમ્યા પછી તરત પાણી પીવાથી જ કફ અને શ્વાસ થાય છે.

વૉટર થેરપી આડેધડ કરવાથી જલના આધિક્યથી શરદી કફ થવાની શક્યતાઓ વધી જાય છે. રાત્રે સૂતાં પહેલાં એક દોઢ કલાક પહેલા પાણી બંધ કરી દેવું જાેઈએ. રાત્રે પાણી પીવાથી કફ થવાની શક્યતા વધી જાય છે. હોટેલોમાં જઈને બ્રેડ, બટર, પીત્ઝા અને જંકફૂડ વગેરે રાત્રે ખાવાથી કફ અને શ્વાસના રોગો થવાની પૂરી શક્યતા છે.

કોઇ બહારનાં તત્ત્વો કે આહારમાંનાં તત્ત્વો પ્રોટીન વગેરે પ્રતિ જ્યારે આપણું શરીર જે વિરોધી ક્રિયા આરંભે, અથવા કરે તેને અસાત્મ્યતા કે એલર્જી કહેવામાં આવે છે. આવા પદાર્થોમાં ફૂલોની પરાગરજ, ઊનનાં સૂક્ષ્મ કણો, કૂતરાં કે બિલાડાના સૂક્ષ્મ વાળ, કેમિકલ્સના કણ, અનાજનો લોટ કે ભૂસું, અનેક ઔષધો, ઝીંગા, માછલીની કેટલીક જાત, ઈંડાં, માંસ, માખણ, બાજરી, અગરબત્તી, ફ્સ પાઉડર વગેરે અનેક તત્ત્વો એલર્જી ઉત્પન્ન કરતાં હોય છે.

હવામાં ઊડતા અનેક પદાર્થો, સૂક્ષ્મ તત્ત્વો શ્વાસ દ્વારા ફ્ફ્સાંમાં જવાથી એલર્જી ઉત્પન્ન કરીને શ્વાસાવરોધ કરે છે. આવા શ્વાસાવરોધને એર્લિજક અસ્થમા કહેવામાં આવે છે. શ્વાસના દર્દીઓને એલર્જી કરતા પદાર્થો ભિન્ન ભિન્ન હોય છે. આ તત્ત્વો શ્વાસમાં જવાથી તે શરીરને માફ્ક ન આવતાં હોવાથી શરીર તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આવાં તત્ત્વો શ્વાસમાં જતાં શરદી થાય છે અને તેનાથી દમ પણ થઇ શકે છે. કેટલીક વાર આ તત્ત્વો શરીરને એટલાં બધાં અસાત્મ્ય હોય છે કે થોડા ટાઇમમાં જ દમનો હુમલો આવે છે.

ઊંઘની અવસ્થામાં દમનો હુમલો અધિકાંશતઃમધ્યરાત્રી પછી અથવા પ્રાતઃકાળના પ્રારંભમાં આવે છે. બેચેની, છીંક, હૃદયાવસાદ, માનસિક ઉદ્વેગ, શરદી, કબજિયાત, વાયુવેગ, મૂત્રવેગ, અને ઊંઘમાં શ્વાસ ઘૂંટાવાથી એકદમ જાગી જવું વગેરે લક્ષણો શ્વાસ રોગનો હુમલો આવવાનાં પૂર્વ લક્ષણો ગણાય છે.

શ્વાસોચ્છ્‌વાસમાં કષ્ટ વધતું જાય છે. રોગી પથારીમાં બેસી જાય છે. સૂવાથી તકલીફ વધે છે. હાથ પગ ઠંડા પડે છે. પરસેવો વળે છે. આગળની તરફ માથું નમાવીને દર્દી મહામહેનતે શ્વાસ લે છે.

ઉપચાર. આ રોગમાં કબજિયાત થવા ન દેવી. દિવસમાં ત્રણથી ચાર વાર પચવામાં હલકું અને થોડું ખાવું, પેટ ભરીને ખાવું નહીં. આ પ્રમાણેના ઉપચારથી શ્વાસ દમના વ્યાધિમાં ઘણો ફયદો થાય છે.

સામાન્ય શરદીમાં સૂંઠ, હળદર અને ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી અને પીપર અત્યંત ઉપયોગી ઔષધિઓ છે, પરંતુ શ્વાસ અને અસ્થમાનાં દર્દોમાં ભારંગી, કંઠકારી, અરડૂસા આદિનો ઉકાળો અપાવીએ છીએ અને શ્વાસ આદિના રોગોમાં અભ્રક, ભસ્મ, શૃંગ ભસ્મ અને તંકણ ભસ્મ આપીએ છીએ. ષડિ્‌બંદુ અને અણુતેલનાં ટીપાં અને દેશી ગાયનાં ઘીનાં બે ટીપાં નાકમાં નાખવાથી પણ અચૂક ફાયદો થતો હોય છે. રસસિંદૂરનો પણ ઉપયોગ થતો હોય છે.

સાંજે દહીં છાશ વાપરવાં જાેઈએ નહીં. બપોરે પણ તક્ર એટલે કે માખણ કાઢેલી છાશ હિતાવહ છે. દહીં વાપરવું હોય તો ઘી નાખીને વાપરવું જાેઈએ, પરંતુ શ્વાસના દર્દીઓ માટે દૂધ, દહીં, છાશ વર્જ્‌ય છે. કફનાશક મુખ્ય ઔષધો, આજનો આહાર અને વિહાર કફ અને શ્વાસનું મૂળ કારણ છે.

રાત્રે ઉજાગરા કરવા, બપોરે જમ્યા પછી બે ત્રણ કલાક સૂઈ જવું, કફ અને વાયુ સંપૂર્ણ દૂષિત થાય છે. તેમણે જણાવ્યું કે ઘરમાં સૂંઠ, હળદર અને ગોળની ગોળી કરીને ચણાની દાળ જેટલી ધીમે ધીમે ચૂસવાથી કફ અને ઉધરસમાં ફાયદો થાય છે. કાળાં મરી અને તુલસીનો ઉકાળો અત્યંત રામબાણ ઉપાય જેવું કામ કરે છે. કફ પુષ્કર, શ્વાસમાં અરડૂસી, ભોરીંગણી, વંશલોચન, લઘુ માલતી, સુવર્ણ વસંત માલતી અને મહાલક્ષ્મી વિલાસનો રસ દર્દીની પ્રકૃતિ પ્રમાણે આપી શકાય છે.

સિતોપલાદી, જેઠીમધ, બહેડાં અને હળદર શ્વાસકાસમાં ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ બ્રોન્કેલ અસ્થમા વગેરેમાં ખાલી કફની ચિકિત્સા કરવાથી શરીર રૂક્ષ બને છે. વૈદ્યો આ પાંચનું સંમિશ્રણ કરીને ગમે તેવા શ્વાસ કફને જડમૂળથી દૂર કરે છે. તલના તેલ અને સિંધાલૂણ નાખીને પીવાથી અને બહાર આ જ દ્રવ્યોનો લેપ કરીને શેક કરવાથી કફ મટે છે. અડધો ગ્લાસ નવશેકું પાણી પીવાથી પણ કફમાં રાહત થાય છે. ભોરીંગણી પંચાંગ કાઢો, વાસાદિ ઉકાળો, કનકાસવ અને અભ્રક ભસ્મ શ્વાસકાસમાં ઉત્તમ ઔષધ છે. ભારંગમૂળ ક્વાથઃ ચારથી છ ચમચી સવારે અને રાત્રે પીવો.

આયુર્વેદની છ વસ્તુના આ નાનકડા નિર્દોષ કુદરતી ઉપચારથી બહુ અલ્પ સમયમાં જીવનભર માટે કફ અને શ્વાસ માટે દૂર થયા છે. આ છ દ્રવ્યનું મિશ્રણ ઇન્હેલર જેવું કામ પણ આપે છે, કેમ કે તેને સૂંઘવા માત્રથી પણ નાક ખૂલી જતું હોય છે. કફ શરદી થાય ત્યારે ખોરાકનું પ્રમાણ અડધું કરી દે અને આખી હળદરના બે ત્રણ ગાંગડા નાખેલું ગરમ પાણી દિવસ દરમ્યાન પીવે તો માત્ર કફ અને શ્વાસ નહીં પરંતુ બીજા અનેક રોગોમાં ચમત્કારી ફાયદો થતો હોય છે.

તેથી મુખ્યત્વે આહાર અને વિહારમાં થોડાક ફેરફારો કરવામાં આવે તો કફ અને શ્વાસના દરદીઓને મોટી રાહત થઈ શકે તેમ છે. મધુર, સ્નિગ્ધ અને ઠંડા તેમ જ ભારે, લીસા તથા ચીકણા પદાર્થો ખાવાથી, દિવસે નિદ્રા લેવાથી, મંદાગ્નિમાં ભોજન કરવાથી, પ્રાતઃકાળમાં ભોજન કરવાથી અને બેસી રહેવાથી કફનો પ્રકોપ થાય છે.

આ કફનો પ્રકોપ મુખ્યત્વે સવારના સમયે વધારે પ્રમાણમાં થાય છે. થોડી સૂંઠ નાખેલું, ઠંડું કરેલું પાણી જ પીવું. આ રોગને ઉત્પન્ન કરતાં કારણો વાતાવરણજન્ય, આહારજન્ય, કોઇ શારીરિક રોગજન્ય કે માનસિક હોય તો તેને શોધીને દૂર કરવા. તે આ રોગનો કાયમી અને સફ્ળ ઉપચાર છે.

ચોસઠ પ્રહરી પીપર અથવા ત્રિકટુ ચૂર્ણ બે ગામ જેટલું એક ચમચી મધમાં મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ચાટવું. વાસારિષ્ટ કે કનકાસવ ૪,૫ ચમચી લઇ તેમાં એટલું જ પણી ઉમેરી દિવસમાં ત્રણ વાર પીવો. ઘરઘરમાં આજે નીચેનાં છ દ્રવ્યો રાખવામાં આવે અને જાે તે દેશી ગોળના અનુપાન સાથે સરખે ભાગે લેવામાં આવે તો ગમે તેવો શ્વાસ અને કફનો રોગ દૂર થઈ જાય છે.

સૂંઠ, મરી, તજ, લવિંગ, સિતોપલાદી અને જેઠીમધ. પહેલાં ચાર દ્રવ્યો તો આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે અને છેલ્લાં બે દ્રવ્યોનો પાઉડર આયુર્વેદિક દુકાનોમાંથી મળી જાય છે. જમ્યા પછી આ છએ છ વસ્તુનો પાઉડર એક ચમચી દેશી ગોળ સાથે લેવામાં આવે તો જૂનો કફ નીકળી જાય છે અને નવો કફ બનતો નથી. સિતોપલાદીમાં આવતું વાંસના મૂળમાંથી બનતું વંશલોચન આજે દુર્લભ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.