Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે એવુ ન સમજતા. કારણ કે, ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે. એક-બે નહિ, ગુજરાતના ૧૭ જેટલા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. તો ૩ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે. તો અત્યાર સુધીમાં ૨૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. સીઝનનૌ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. હજુ પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની ઘટ છે.

આજે ગુજરાતના ૧૭થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જાેકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્ય માટે સારા સમાચાર છે કે, આ વર્ષે ૧૦૦ ટકા ઉપર વરસાદ નોંધાયો છે. હાલ ભારે વરસાદ આપે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વાતાવરણમાં બફારો અનુભવાશે. પરંતું આ વચ્ચે કેટલાક જિલ્લામાં હળવો વરસાદ આવશે. આંકડા પર નજર કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં આ વર્ષે સીઝન કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ૧ ટકા વરસાદ પડતાં આ ઘટ પણ પૂર્ણ થશે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨ જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે.

૧૨ ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ ૨૦૧૮ જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જાે કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે.

વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં ૨૧ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪ થી ૧૨ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે.

આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે ૨૭-૨૮-૨૯ સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. ૧૨ થી ૨૦ ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.

હાલ રાજ્યમાં વરસાદનું જાેર ઘટ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના માડવી, મુન્દ્રા અને નખત્રાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા અને અમદાવાદના માંડલમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૫ તાલુકામાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.