Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હશે.

પશ્ચિમ રેલવેની હાલની વંદે ભારત ટ્રેનોમાં કાર્યરત રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ તેમના અનુભવો અને પ્રશંસાઓ શેર કર્યા છે.

ભારતીય રેલવેઝ યાત્રીઓને બહેતર અને આરામદાયક યાત્રા અનુભવ પ્રદાન કરવામાં હંમેશા અગ્રસર રહી છે. આ દિશામાં, રેલવેઝ યાત્રીઓને આરામદાયક અને ઉન્નત યાત્રા અનુભવ સુનિશ્ચિત કરતાં વંદે ભારત ટ્રેનના રેક્સમાં બહેતર સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આરામદાયક અને ઉન્નત રેલ યાત્રાના નવા યુગની શરૂઆત કરતાં, શ્રી નરેન્દ્ર મોદી – માનનીય વડાપ્રધાન 24મી સપ્ટેમ્બર, 2023 ના રોજ જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, “મેક ઈન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ની વિભાવનાને સાકાર કરવા માટે, ભારતીય રેલવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરો અને નગરોને જોડતી સ્વદેશી બનાવટની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે.

તેની આકર્ષક એરોડાઈનેમિક ડિઝાઈન, ઈન્ટિરીયર્સ, અદ્યતન સુવિધાઓ, આરામદાયક યાત્રા, સુરક્ષા વ્યવસ્થાપનો અને સુરક્ષિત યાત્રાના ધારાધોરણો સહિતની વંદે ભારત ટ્રેનો યાત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને દેશમાં એવી ટ્રેનો વધારે ચલાવવા માટે અત્યંત ઉત્સાહ છે. હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.

શ્રી ઠાકુર એ વધુમાં જણાવ્યું એવું નથી કે માત્ર યાત્રીઓ જ છે કે જે આ વંદે ભારત ટ્રેનો વિશે ગર્વ અને આનંદ અનુભવે છે. રેલવે કર્મચારીઓ જે આ વિશ્વ કક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવવા દ્વારા રાષ્ટ્રને તેમની સેવાઓ આપે છે તેઓ દ્વારા પણ સમાન રૂપે લાગણીઓ વ્યક્ત કરે છે.

તેમના અનુભવો શેર કરતાં સમયે, આ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનમાં જોડાયેલ રેલવે કર્મચારીઓ જણાવે છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરવું એ તેમના માટે ખૂબ જ વિશેષ અને યાદગાર છે. લોકો પાયલોટ અને સિનિ. લોકો પાયલોટ તેમના અનુભવો શેર કરતાં જણાવ્યું કે આ આધુનિક ટ્રેન સેટને ચલાવવી એ તેમના માટે ગર્વની બાબત છે.

આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ વંદે ભારતની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથી તેમને આત્મ-સંતોષ મળે છે. વંદે ભારત ટ્રેન તેની મેળે જ ભિન્ન અનુભવ કરાવે છે. જ્યારે યાત્રીઓ આ લોકપ્રિય ટ્રેનની પૃષ્ઠભૂમિની સામે ફોટા પડાવે છે તે અમારામાં ગર્વની ભાવના જગાડે છે. તેઓ આ ટ્રેનના લક્ષણોના વખાણ કરે છે અને એવી વધુ ટ્રેનોની અપેક્ષા રાખે છે.

તેવી જ રીતે, ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે. તેઓ શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ વંદે ભારત ટ્રેન ચલાવવા માટે ભારતીય રેલવેઝ ઉપર પ્રશંસાઓ વરસાવે છે. આ પ્રશંસાઓ અને વખાણ તેમજ યાત્રીઓના ચહેરા પરના સ્મિત તેમને પ્રોત્સાહિત કરે છે.

તેઓ આ ટ્રેનમાં કામ કરીને ઘણા ખુશ છે. કેટરીંગ સ્ટાફ, લાઈટીંગ અને એર કન્ડિશનીંગ સ્ટાફ, રેલવે સુરક્ષા દળ અધિકારીઓ વગેરે જેઓ આ ટ્રેનમાં કાર્યરત છે તેઓ પણ વંદે ભારતમાં તેમની સેવાઓ માટે ઘણા ઉત્સાહિત છે અને માને છે કે તેઓ દેશવાસીઓને શ્રેષ્ઠ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં તેમનો શ્રેષ્ઠ ફાળો આપી રહ્યા છે.

આ પશ્ચિમ રેલવે વંદે ભારત ટ્રેનોમાં કાર્યરત રેલવે કર્મચારીઓના પરિવારોએ પણ તેમની ખુશી અને આનંદ વ્યક્ત કર્યા. બાળકો તેમના મિત્રોને જણાવવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે કે તેમના પિતા દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ચલાવી રહ્યા છે. તેઓ સૌ એ જણાવવામાં પણ વધારે ગર્વ અનુભવે છે કે આ આધુનિક ટ્રેન સેટ જે વિશ્વની અન્ય અદ્યતન ટ્રેનોની સમકક્ષ છે તે મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતમાં નિર્માણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.