મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં કામકાજ બંધ કરી દીધું
મહિન્દ્રાએ કેનેડામાં સ્થિતિ પોતાની સબ્સિડરી કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનો કારોબાર બંધ કરી દીધો છે.
નવીદિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતતવધી રહ્યો છે. બંને દેશો એકબીજાના રાજદ્વારીઓને પોતાના દેશમાંથી નિષ્કાસિત કરી ચૂક્યા છે. જ્યારે આ બાજુ ભારતે કેનેડામાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેરા કરી છે. તેમજ કેનેડાના નાગરિકો માટે વીઝા આપવાનું પણ બંધ કર્યું છે.
તેવામાં હવે મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હકીતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુરુવારે જણાવ્યું કે કંપનીએ કેનેડામાં સ્થિતિ પોતાની સબ્સિડરી કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનો કારોબાર બંધ કરી દીધો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસે આ કંપનીમાં ૧૧.૧૮ ટકાની ભાગીદારી છે અને તેમણે સ્વૈચ્છિક સ્વરુપે તેનું સંચાલન બંધ કરવા માટે અરજી આપી દીધી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારીમાં કહ્યું કે, ‘રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્યક દસ્તાવેજ મળી ગયા છે.