Western Times News

Gujarati News

મહિલા કાર્યકરોએ PM પર કરી ફૂલોની વર્ષાઃ મોદીએ ઝુકીને કર્યુ અભિવાદન

દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલયમાં મોદીનું ભવ્ય સ્વાગત (જૂઓ વિડિયો) – સરકારે મહિલાઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. અમે દીકરીઓ માટે કરોડો શૌચાલય બનાવ્યા. –

નવીદિલ્હી, મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતાં મહિલાઓમાં ખુશીની લહેર છે. ભાજપ મહિલા મોરચાએ ભાજપના મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. PM Bows Down To Honour BJP Women Workers After Historic Bill Cleared

પીએમ મોદી જ્યારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે સેંકડો મહિલા કાર્યકરોએ તેમના પર ફૂલ વરસાવ્યા હતા. પીએમ મોદીની સાથે બીજેપી ચીફ જેપી નડ્ડા અને ર્નિમલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ બીજેપી હેડક્વાર્ટરમાં પહોચ્યાં છે.

ગઈકાલે રાજ્યસભામાં બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉજવણી કરી હતી અને તેમને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું.

રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ થવા પર પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ એક નિર્ણાયક ક્ષણ છે. ૧૪૦ કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ બિલ પાસ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અમે બે દિવસ સંસદમાં ઈતિહાસ રચાતા જાેયા. લોકોએ અમને ઈતિહાસ રચવાની આ તક આપી. કેટલાક ર્નિણયો દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. આગામી વર્ષોમાં આ ર્નિણયની બધે જ ચર્ચા થશે. આ બિલ દેશનું ભાગ્ય બદલી નાખશે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ બિલ મોદી દ્વારા આપવામાં આવેલી ગેરંટીનો પુરાવો છે. આજે સમગ્ર દેશની માતાઓ અને બહેનો આશીર્વાદ આપી રહી છે. અમે અમારો ઠરાવ પૂરો કર્યો. તેમણે કહ્યું કે પહેલા લોકો મહિલા અનામતને લઈને અડચણો ઉભી કરતા હતા.

મહિલાઓની ભાગીદારી માટે ત્રણ દાયકાથી પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ જાે ઈરાદા સાચા હોય અને પરિણામો પારદર્શક હોય તો સફળતા મળે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં સ્ત્રી-પુરુષનો રેશિયો સુધર્યો છે.

સરકારે મહિલાઓના હિતમાં ઘણા ર્નિણયો લીધા છે. અમે દીકરીઓ માટે કરોડો શૌચાલય બનાવ્યા. અમે દરેક પ્રતિબંધને તોડવાનો પ્રયાસ કર્યો છે. દેશની મહિલા શક્તિને ખુલ્લી જગ્યા આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.