Western Times News

Gujarati News

ભારતીય ડૉક્ટર્સ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી શકશે

નવી દિલ્હી, ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્‌સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરવાનો માર્ગ ખુલી જવાનો છે.

નેશનલ મેડિકલ કાઉન્સિલને ૧૦ વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (ડબલ્યુએફએમઈ)ની માન્યતા મળી ગઈ હોવાથી ભારતીય તબીબોને મોટી રાહત મળશે. આ માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્‌સ એવા દેશોમાં સહેલાઈથી પ્રેક્ટિસ કરી કશે જ્યાં ડબલ્યુએફએમઈની માન્યતાની જરૂર હોય છે.

આ એક ગ્લોબલ સ્તરે માન્યતાપ્રાપ્ત સ્ટાન્ડર્ડ છે. તેના કારણે વિદેશી મેડિકલ સ્ટુડન્ટ પણ ભારતમાં અભ્યાસ કરવા માટે આવી શકશે. જે દેશોમાં ડબલ્યુએફએમઈની માન્યતા જરૂરી હોય છે ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ અને મેડિસિનની પ્રેક્ટિસ માટે પણ હવે દરવાજા ખુલી ગયા છે.

આવા દેશોમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડનો સમાવેશ થાય છે. તેના કારણે ભારતીય મેડિકલ સ્ટુડન્ટને ઘણો ફાયદો થશે તેમ આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું.

ડબલ્યુએફએમઈનું એક્રેડિટેશન મળવાના કારણે ભારતની હાલની ૭૦૬ મેડિકલ કોલેજાેનો દરજ્જાે પણ વધી જશે. આ ઉપરાંત આગામી એક દાયકામાં ભારતમાં જે મેડિકલ કોલેજાે સ્થાપવામાં આવશે તેને પણ ઓટોમેટિક ડબલ્યુએફએમઈનું એક્રેડિટેશન મળશે. ભારતીય મેડિકલ કોલેજાે પહેલેથી ગ્લોબલ સ્ટાન્ડર્ડ ધરાવતી હતી, પરંતુ ડબલ્યુએફએમઈનું એક્રેડિટેશન પ્રાપ્ત ન હતું. હવે વિદેશી સ્ટુડન્ટ માટે પણ ભારતીય કોલેજાે આકર્ષક બની જશે.

આ માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ કોલેજાેમાં એજ્યુકેશનના ધોરણમાં સુધારો થશે. ડબલ્યુએફએમઈની માન્યતા માટે દરેક મેડિકલ કોલેજ દીઠ ૬૦,૦૦૦ ડોલરની ફી ભરવી પડે છે.

એટલે કે લગભગ ૪૯ લાખ રૂપિયા ભરવા પડે છે. તેમાં ટીમ દ્વારા સાઈટની વિઝિટ, ટ્રાવેલ અને રહેવા-જમવાનો ખર્ચ આવી જાય છે. ભારતમાં હાલમાં ૭૦૬ મેડિકલ કોલેજાે છે તેથી ડબલ્યુએફએમઈના એક્રેડિટેશન માટે ૩૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. મહત્ત્વની વાત એ છે કે એનએમસી હેઠળ આવતી તમામ મેડિકલ કોલેજાેને આ માન્યતા લાગુ થાય છે.

ભારતીય મેડિકલ એજ્યુકેશનને ગ્લોબલ બનાવવાની દિશામાં આ પગલાંથી ખાસ મદદ મળશે તથા ભારતીય ડોક્ટરો માટે વિદેશમાં તકમાં વધારો થશે. આ ઉપરાંત ભારતમાં હેલ્થકેર એજ્યુકેશનની ક્વોલિટી પણ સુધરશે. ડબલ્યુએફએમઈની માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ સ્કૂલ અને હેલ્થકેર પ્રોફેશનલોની વૈશ્વિક માંગમાં વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.