Western Times News

Gujarati News

USA: એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ગોળીબારઃ 3 ના મોત

અમેરિકામાં જ્યોર્જિયાની રાજધાની એટલાન્ટામાં એક શોપિંગ મોલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ૩ લોકોના મોત થયા છે. એપીના અહેવાલ મુજબ સાઉથ વેસ્ટ એટલાન્ટાના ઇવાંસ સ્ટ્રીટ પર (સ્થાનિક સમયાનુસાર) લગભગ ૧ઃ૩૦ વાગ્યે એક વ્યÂક્તને ગોળી મારવાની સૂચના હોમિસાઇડ અધિકારીઓએ આપી હતી.

ફાયરિંગની માહિતી મળતાં જ હોમિસાઈડ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકો આવ્યા અને ગોળીબારી શરૂ કરી દીધી. અને ફાયરિંગ શરૂ કર્યું. એપી રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેમાંથી એકે પિસ્તોલ પણ કાઢી અને જવાબી ગોળીબાર કર્યો.

તપાસકર્તાઓનું કહેવું છે કે ઘટનાસ્થળેથી ત્રણ લોકો મળ્યા આવ્યા જેમને ગોળી મારવામાં આવી હતી. તેમાંથી બે મૃત્યુ પામ્યા હતા અને ત્રીજાને ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું.

તેમનું કહેવું છે કે ફાયરિંગમાં માત્ર ત્રણ જ લોકો સામેલ હતા. ત્રણ પુરુષોમાંથી એક ૧૭ વર્ષનો હતો, બીજા ૨૦ વર્ષનો હતો અને ત્રીજા ૩૦ વર્ષનો હતો.જા કે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે માહિતી આપી હતી કે ફાયરિંગ સંબંધિત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, તેથી તેઓ જાણે છે કે સ્થળ પર શું થયું હતું.

અમેરિકન સમાજમાં બંદૂક સંબંધિત ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.અમેરિકાના બંધારણમાં બીજા સુધારો હથિયાર રાખવાના કરવાના અધિકારની ખાતરી આપે છે. આ કારણે, લગભગ એક તૃતીયાંશ અમેરિકન પુખ્ત વયના લોકો કહે છે કે તેઓ વ્યક્તિગત રીતે બંદૂક ધરાવે છે. બંદૂકને કારણે થતા મૃત્યુના વધતા આંકડાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જોજા બિડેને બંદૂક નીતિ કાયદાની દરખાસ્ત કરી છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના સંશોધન મુજબ, દસમાંથી લગભગ ચાર અમેરિકન પુખ્ત વયના લોકો કહે છે કે તેઓ ઘરે બંદૂક રાખે છે. તેમાંથી ૩૨ ટકા લોકોનું કહેવું છે કે તેમની પાસે પર્સનલ ગન છે. અમેરિકામાં હિસ્પેનિક લોકો પાસે ૨૦ ટકા બંદૂકો, એશિયનો પાસે ૧૦ ટકા અને ગોરા લોકો પાસે ૩૮ ટકા બંદૂકો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.