Western Times News

Gujarati News

40 દિવસ પહેલા જ જન્મેલી પુત્રીને માતાએ ૧૪માં માળેથી ફેંકી દીધી

પ્રતિકાત્મક

મુંબઇ, મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેની ૪૦ દિવસની પુત્રીને ઉપાડીને ૧૪મા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીની હત્યાનો ગુનો નોંધી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. જાે કે હજુ સુધી મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલા અપંગ છે અને તે બોલવામાં અને સાંભળવામાં અસમર્થ છે.

તેથી આ ઘટના પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે મોડી સાંજે મુલુંડ પશ્ચિમના જેવર રોડ પર બની હતી. અહીંની સોસાયટીમાં રહેતી આ વિકલાંગ મહિલા તેના પરિવાર સાથે ૧૪મા માળે રહેતી હતી. તેણે ૪૦ દિવસ પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો.

આ ૪૦ દિવસમાં તેના ઘરમાં એવા સંજાેગો સર્જાયા કે ગુસ્સામાં મહિલાએ તેની માસૂમ દીકરીને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી. આશંકા છે કે પુત્રીના જન્મને લઈને ઘરમાં કોઈ વિવાદ થયો હતો. જાે કે પોલીસ હજુ પણ આ મામલે કંઈ પણ કહેવાનું ટાળી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.મહિલા બોલવા અને સાંભળવામાં અસમર્થ હોવાથી હજુ સુધી તેની યોગ્ય પૂછપરછ કરવામાં આવી નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.