Western Times News

Gujarati News

19 ખાલિસ્તાની આતંકીઓ સામે સરકારની મોટી કાર્યવાહીની તૈયારી

(એજન્સી)નવી દિલ્હી, સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ કરનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓને બચાવવાના મૂડમાં નથી.

આવા લોકોના પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ રદ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કે ભારતીય એજન્સીઓ પણ આ મામલે તપાસ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસને નુકસાન પહોંચાડનારા અથવા

ત્યાં હિંસક વિરોધ કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને ઓસીઆઈ કાર્ડ્‌સ રદ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં, તેમની સંપૂર્ણ માહિતી ભારતના તમામ એરપોર્ટને આપવામાં આવશે અને ભારતમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થયેલા તમામ હિંસક પ્રદર્શનોની તમામ વિગતો કેનેડા, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોને આપવામાં આવી છે. શરૂઆતમાં એવા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે, જેઓ આવા પ્રદર્શનમાં સતત સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ભારતની છબી ખરાબ કરવાનો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની ષડયંત્ર પર ડબલ સ્ટ્રાઈક કરી છે. ભારતમાં આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ આવા ૨૫ આતંકીઓની યાદી તૈયાર કરી છે.

ગઈકાલે એનઆઈએએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. પન્નુ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. ભારતમાં ઘણી ગંભીર કલમો હેઠળ તેની સામે કેસ નોંધાયેલા છે.

૧૯ ખાલિસ્તાની આંતકવાદીઓની યાદી

૧.પરમજીત સિંહ પમ્મા- બ્રિટન

૨.વધવા સિંહ બબ્બર- પાકિસ્તાન

૩.કુલવંત સિંહ મુથરા- બ્રિટન

૪.જેએસ ધાલીવાલ- અમેરિકા

૫.સુખપાલ સિંહ- બ્રિટન

૬.હરપ્રીત સિંહ ઉર્ફે રાણા સિંહ- અમેરિકા

૭.સરબજીત સિંહ બેનુર- બ્રિટન

૮.કુલવંત સિંહ ઉર્ફે કાન્તા- બ્રિટન

૯.હરજાપ સિંહ ઉર્ફે જપ્પી સિંહ- અમેરિકા

૧૦.રણજીત સિંહ નીતા- પાકિસ્તાન

૧૧.ગુરમીત સિંહ ઉર્ફે બગ્ગા બાબા- કેનેડા

૧૨.ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી- બ્રિટન

૧૩.જસમીત સિંહ હકીમઝાદા- દુબઈ

૧૪.ગુરજંત સિંહ ધિલ્લોન- ઓસ્ટ્રેલિયા

૧૫. લખબીર સિંહ રોડ- કેનેડા

૧૬.અમરદીપ સિંહ પુરેવાલ- અમેરિકા

૧૭.જતિન્દર સિંહ ગ્રેવાલ- કેનેડા

૧૮.દુપિન્દર જીત- બ્રિટન

૧૯.એસ. હિંમત સિંહ – અમેરિકા

ગઈકાલે પંજાબમાં પન્નુની જે સંપતિઓ જપ્ત કરવામાં આવી હતી તેમાં અમૃતસર જિલ્લાના પૈતૃક ગામે ૪૬ કનાલ ખેતીની મિલકત અને ચંડીગઢ સેક્ટર ૧૫ ઝ્રમાં આવેલ તેના ઘરને જપ્ત કરવામાં આવ્યું હતું.

જપ્તીનો અર્થ એ છે કે પન્નુ આ મિલકત પરનો અધિકાર ગણાવી શકશે નહિ હવે તે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવશે. અગાઉ ૨૦૨૦માં પણ તેમની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.