પોલીસ કોન્સ્ટેબલે મહત્વના ડેટા ચોરી નકલી સાયબર એક્સપર્ટને પુરા પાડ્યા
અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કોલ ડીટેઈલ આપતો ઝડપાયો-કોન્સ્ટેબલ મોબાઈલ કોલ ડીટેઈલ નકલી સાયબર એક્સપર્ટને આપતો હોવાનુ ખૂલ્યુ છે પોલીસના જાણમાં આ ઘટના આવતા જ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે
અમદાવાદ, અમદાવાદના ઝોન-૫ ના ડીસીપીની કચેરીમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મોબાઈલ કોલ ડીટેઈલ નકલી સાયબર એક્સપર્ટને આપતો હોવાનુ ખૂલ્યુ છે. પોલીસના જાણમાં આ ઘટના આવતા જ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. ખુલાસો થયો છે, કોલ ડીટેઈલ આપીને તે પૈસા કમાતો હતો અને મહત્વના ડેટા લોકાના તેણે નકલી સાયબર એક્સપર્ટને પુરા પાડ્યા છે.
જાે તમને એમ હોય કે તમારા ફોનનો ડેટા સુરક્ષીત છે તો, જરા સાવધાન રહેજાે. તમારો જ ડેટા તમારા હરીફના સુધી પહોંચી શકે છે. નકલી સાયબર એકસપર્ટ અલગ અલગ બહાને આપતા માહિતી અસલી પોલીસ પાસેથી પૈસા ખર્ચીને જ મેળવીને પહોંચાડી શકે છે. જાેકે આ બાબતે તમને જાણ સુદ્ધા પણ આવી શકે એમ નથી.
અમદાવાદમાં આવી જ ગોલમાલ અસલી કોલ ડેટા આપવાની થતી હોવાનુ સામે આવતા જ શહેર પોલીસે તુરત જ એક્શન લીધા છે. અમદાવાદ શહેરના ઝોન-૫ ડીસીપીની કચેરીમાં જ ફરજ બજાવતો કોન્સ્ટેબલ આ પ્રકારના લોકોના મહત્વના ડેટાના પૂરા પાડતો હતો.
લોકોના ફોનની કોલ ડીટેઈલ સહિતની વિગતો પણ નકલી સાયબર એક્સપર્ટને પૂરા પાડતો હોવાનુ સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમ અમદાવાદ દ્વારા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયા સાયબર ક્રાઇમની કસ્ટડીમાં હવે જાેવા મળી રહ્યો છે. કારણ કે તેની હવે સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને રૂ ૪.૫૦ કરોડની ખડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી લીધી છે.
આ ખડણી કેસમાં અગાઉ પકડાયેલ નકલી સાયબર એક્સપર્ટ અમીતકુમારને આરોપી પોલીસ જવાને જુદા-જુદા મોબાઇલ નંબરોના સીડીઆર ડેટાની એક્સલ સીટ આપી હતી.