Western Times News

Gujarati News

દારૂની હપ્તાખોરીનો ઓડીયો મામલે લીલિયાનો જમાદાર સસ્પેન્ડ

જિલ્લા પંચાયતના સદસ્યે ઓડિયો કિલપ સાથે દારૂ અંગે રજુઆત કરી ’ તી

અમરેલી, અમરેલી જીલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહીતના કર્મચારીઓ સામે જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દારૂના વેચાણ બાબતે ગંભીર આરોપો લગાવી અને એક કથીત સોશીયલ મીડીયા પર વાયરલ થયેલ ઓડીયો કલીપ જેમાં દારૂ વેચાણ બાબતે હપ્તાની વાતચીત કરવામાં આવી રહી હતી

કે જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષમને રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ કર્મચારી ઓડીયો કિલપમાં હોવાનું ખુલતા તેને એસ.પી. દ્વારા લીલીયાના હેડ કોન્સ્ટેબલ જયસુખ લખમણભાઈ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીલીયા પોલીસ સ્ટેશનમાં દારૂના વેચાણ કરવા બાબતે હપ્તાખોરી કેટલાક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ લાગ્યો હતો અને તે પોલીસ તપાસમાં પુરવાર પણ થયો હતો.

આ અંગે જીીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહને પત્ર લખી રજુઆત કરી હતી કે, લીલીયા તાલુકામાં ખુલ્લેઆમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહયા છે. જે સામાન્ય નાગરીકોને અસહય માનસીક ત્રાસ બરોબર છે. અને પીએસઆઈને લોકો રજુઆત કરવા માટે વારંવાર લેખીત અને મૌખીક ફરીયાદો કરવાછતાં કઈ ઉકેલ આવ્યો નથી.

અને કઈ પણ રજુઆત કરવા આવવાનું કહે તો તેના મળતીયા દ્વારા ખોટા કેસમાં ફસાવી આપવાની ધમકી લોકોને મળે છે તો લીલીયા પોલીસ સ્ટેશનમાં કર્મચારી જયસુખભાઈ મકવાણા દ્વારા ખુલ્લેઆમ હપ્તા માંગતી એક ઓડીયો કલીપ સોશીયલ મીડીયા પર વાયરલ થઈ હતી.

જે ઓડીયો કલીપમાં દારૂનું વેચાણ કરનાર વ્યકિત પાસે હપ્તાની માગ કરવામાં આવી રહી છે. આ અંગે લીલીયા પોલીસ મથક ખાતે પોલીસે અધિક્ષકની સુચના પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષકને ઓડીયોકલીપ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે તપાસ સોપવામાં આવતા

આ ઓડીયો કલીપમાં બે લોકો પૈકી એક વ્યકિતનો અવાજ તથા વાત કરવાની રીતે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ લખમણભાઈ મકવાણાની હોવાનું પ્રાથમીક દ્રષ્ટિએ ખુલવા પામતા એસ.પી.દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને તેનું ફરજ મોકુફીનું મુખ્ય મથક જાફરાબાદ મરીશ પોલીસ સ્ટેશન નકકી કરાયુું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.