ગરબા રમીને ઉભો રહેલો 21 વર્ષનો યુવાન અચાનક ઢળી પડ્યોઃ એટેકથી મોત
(એજન્સી)સુરત, પલસાણાના બગુમરા ગામે આમલી ફળિયામાં મિત્રો સાથે ૨૧ વર્ષીય યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક અચાનક ઢળી પડ્યો હતો. તેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવાન દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગરબે રમતા રમતા યુવકોના મોત થવાની ઘટનાઓ વધી છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. પલસાણાના બગુમરા ગામે આમલી ફળિયામાં મિત્રો સાથે ૨૧ વર્ષીય યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. તેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.
જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવાન દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. માત્ર આઠ દિવસમાં ગરબા રમતા રમતા ત્રણ આશાસ્પદ યુવકોના મોત થયા છે. જામનગરમાં પણ ગરબા ક્લાસમાં યુવકને પ્રેક્ટિસ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવ્યો અને યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.
તો ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા એક જૂનાગઢના યુવકને મોત ભેટ્યું હતું.જૂનાગઢનો ૨૪ વર્ષિય ચિરાગ પરમાર નામનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યાં ગરબે રમતા રમતા જ ચિરાગને હ્રદય રોગનો હુમલો આવ્યો અને ગણતરીની ક્ષણોમાં મોતને ભેટ્યો હતો. નવલા નોરતા પહેલા રાજ્યમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતની ત્રણ ઘટના સામે આવી ચૂકી છે .