સ્કોટલેન્ડમાં ભારતીય હાઈકમીશ્નરને ગુરૂદ્વારામાં જતા અટકાવ્યા
લંડન: કેનેડામાં ખાલીસ્તાની અલગતાવાદી સંગઠનો દ્વારા ભારતીય દુતાવાસ અને તેના ઉચ્ચ અધિકારીઓ સામે ‘વોન્ટેડ’ તથા દેશ છોડી દેવાની ધમકી તથા તેમના જીવન પર ખતરા જેવી સ્થિતિ છે તે સમયે જ બ્રિટનના સ્કોટલેન્ડમાં પણ ખાલીસ્તાની તરફી યુવકોએ બ્રિટન ખાતેના ભારતના હાઈ કમીશ્નર વિક્રમ દોરાઈસ્વામીને એક ગુરુદ્વારામાં જતા રોકયા હતા. Vikram Doraiswami, the Indian High Commissioner to the United Kingdom was stopped from visiting the Gurdwara in Scotland
તથા તેમની કારના દરવાજા ખોલી બળજબરીથી તેમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં હાઈકમીશ્નર પોતાની સલામતી માટે કારને પાછળ લેવડાવીને પરત ચાલ્યા ગયા હતા. કેનેડાએ એક તરફ ભારતીય ડિપ્લોમેટની સલામતીની ચિંતા છે.
તે સમયે બ્રિટનમાં બનેલી આ ઘટના ભારત સરકાર માટે ચિંતા સર્જશે અને તેની અસર અન્ય દેશોમાં પણ જયાં જયાં ખાલીસ્તાની તરફી શીખ વસે છે ત્યાં થવાનો ભય છે. ધ ટાઈમ્સના રિપોર્ટ મુજબ બ્રિટન ખાતેના ભારતીય હાઈ કમિશ્નર (ઉચ્ચાયુક્ત) વિક્રમ દોરાઈસ્વામીએ સ્કોટલેન્ડમાં ગુરુદ્વારાની કમીટી સાથે બેઠક યોજી હતી અને તે માટે તેઓ અલ્બા ડ્રાઈવ પરના ગ્લાસગો ગુરૂદ્વારા પહોંચ્યા હતા.
અહી અગાઉથી જ કેટલાક યુવકો તેમની રાહ જોતા હતા અને તેઓએ દોરાઈસ્વામીને કહ્યું કે તેઓને ગુરુદ્વારામાં જવા દેવામાં આવશે નહી પણ રાજદૂતે અગાઉથી મિટીંગ નિશ્ચીત હોવાનું જણાવીને ગુરૂદ્વારા ભણી કાર લેવરાવતા જ યુવકોએ તે રોકી હતી
અને બળજબરીથી કારનો દરવાજો ખોલવાની કોશીશ કરી પરીસ્થિતિ પારખીને દોરાઈસ્વામી ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેઓએ કહ્યું કે મને એમ કહેવાયુ કે ગુરુદ્વારામાં તમારુ સ્વાગત નથી. તમો આવકાર્ય નથી. જો કે તેઓએ ઉમેર્યુ કે ગુરુદ્વારા કમીટી આ પ્રકારની સ્થિતિમાં તેમાં સંમત હોય તેવું લાગતું નથી.
આ અંગેનો એક વિડીયો પણ ખાલીસ્તાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુકાયો છે જેમાં ગુરુદ્વારા સંચાલકોની પણ ટીકા કરવામાં આવી છે. તેઓ ભારતીય રાજદૂતનું સ્વાગત કરે છે તેમને પંચની કઈ પડી નથી. તેઓએ જવાબદારી બજાવી નથી તેમને શરમ આવવી જોઈએ. હવે નવી દિલ્હી તેનો આકરો પ્રતિભાવ આપશે તે નિશ્ચીત છે.
ગુરૂદ્વારા કમીટીની પણ ટીકા કરતા ખાલીસ્તાનીઓ
બ્રિટનમાં ભારતીય રાજદૂત સાથે ગેરવર્તન તથા તેમને જે રીતે ગુરૂદ્વારામાં જતા રોકાયા તે વિડીયો ઈન્સ્ટાગ્રામમાં ખાલીસ્તાની હેન્ડલ પર મુકવામાં આવ્યો છે અને તેમાં ગુરૂદ્વારા સંચાલકોની પણ ટીકા કરવામાં આવી છે તથા જણાવ્યું કે તેઓને પંચની ચિંતા નથી. તેમને શર્મ આવવી જોઈએ. તેઓ ભારતીય રાજદૂતનું સ્વાગત કરવા માંગે છે. આ ઉપરાંત એક કાર્યક્રમમાં રાજદૂતને લંગરમાં પ્રસાદ માટે એક ટેબલ પર સફેદ કપડું બીછાવાયું હતું તે પણ દર્શાવાયું છે.