Western Times News

Gujarati News

ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્ક વિવાદોના ઘેરાયા

એલન મસ્કની કંપની પર અશ્વેત કામદારોએ જાતિવાદનો આરોપ લગાવ્યો

દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક અને ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્ક વિવાદોના ઘેરામાં છે. ફેડરલ ભેદભાવ વિરોધી એજન્સીએ એલન મસ્કની કંપની વિરુદ્ધ ગેરવર્તણૂક અને જાતિવાદનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. કંપની પર કેલિફોર્નિયામાં ટેસ્લા કાર ફેક્ટરીમાં અશ્વેત કામદારો સાથે ભેદભાવ કરવાનો આરોપ છે અને વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

સમાન રોજગાર તક કમિશન દ્વારા ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસ અનુસાર, કંપની પર ૨૦૧૫થી અશ્વેત કામદારો સામે વંશીય ભેદભાવનો આરોપ છે. યુનિયને કોર્ટમાં કહ્યું કે, કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ચાલી રહેલી ફેક્ટરીમાં અશ્વેત કર્મચારીઓને હેરાન કરે છે અને વંશીય રીતે વિરોધી કાર્ય વાતાવરણ બનાવી રાખે છે.

કમિશને હજુ સુધી ટેસ્લા પર લાગેલા આરોપો અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. કમિશને આરોપ મૂક્યો હતો કે ફેક્ટરીમાં અશ્વેત કામદારો નિયમિતપણે “વાનર” અને “છોકરો” તેમજ “એન-શબ્દ” સહિત અન્ય જાતિવાદી અપશબ્દોનો સામનો કરે છે. ફેક્ટરીમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓએ આ વંશીય દુર્વ્યવહાર જાયો હતો, પરંતુ તેમણે દરમિયાનગીરી કરી ન હતી. કંપનીએ જાણીજાઈને ચોક્કસ વર્ગ પ્રત્યે આવું વલણ જાળવી રાખ્યું છે.

મુકદ્દમામાં જણાવવામાં આવ્યું હતું કે, જે અશ્વેત કર્મચારીઓએ તેમની સામે ભેદભાવ અને જાતિવાદી વર્તનની ફરિયાદ કરી હતી તેમને તે વાતાવરણમાં અનુકૂલન કરવાની ફરજ પાડવામાં આવી હતી. કમિશને કહ્યું કે તે ટેસ્લા સાથે કોઈપણ પ્રકારનો કરાર કરી શકે નહીં. તેમણે કામદારો માટે વળતરની માગ કરી છે.

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગ, જે રાજ્યમાં નાગરિક અધિકાર કાયદાનો અમલ કરે છે, તેણે કહ્યું કે તેને કામદારો તરફથી સેંકડો ફરિયાદો મળી છે.

વર્ષ ૨૦૨૧માં મહિલાઓએ પણ કંપની પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ કાર્યસ્થળ પર અસુરક્ષિત અનુભવે છે. તેમણે તેની સાથે થયેલા જાતીય સતામણી સામે કેસ પણ નોંધાવ્યો હતો. એક અશ્વેત કર્મચારીને એક અલગ જાતિવાદના કેસમાં લાખો ડોલરનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.