Western Times News

Gujarati News

વિશ્વકપ પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયાને કરી સાવધાન!

નવી દિલ્હી, ઘરઆંગણે ભારતને વિશ્વકપ-૨૦૧૧માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહનું માનવું છે કે વર્તમાન ટીમના પ્રત્યેક સભ્યએ આગામી ૨૦૨૩ વિશ્વકપ જીતવા માટે દબાવને સંભાળવો પડશે. પોતાના શરીર પર દાવ લગાવવો પડશે અને પોતાનું બધુ આપવું પડશે. નોંધનીય છે કે ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં આઈસીસીની કોઈ ટ્રોફી જીતી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતી હતી.

યુવરાજે કહ્યું- આપણે આઈસીસી ટ્રોફી જીતી તેને લાંબો સમય થઈ ગયો છે. આપણે બે ફાઈનલ (૨૦૨૧ અને ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) રમી અને મને લાગે છે કે આ ટીમના કેટલાક પ્લેયર્સ માટે છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. આ વિશ્વકપ જીતવા માટે દરેકે પોતાનું શરીર દાવ પર લગાવવુ પડશે અને તમામ તાકાત લગાવવી પડશે. ફોર્મેટ અલગ છે અને જાે તમે સેમીફાઈનલમાં પહોંચો છો તો સીધો મોટી મેચના દબાવનો સામનો કરવો પડશે. તેથી મને લાગે છે કે આ દબાવનો સામનો કરવા વિશે પણ છે.

૧૯૮૩ અને ૨૦૧૧ની ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૮ ઓક્ટોબરે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરશે. યુવરાજે આગળ કહ્યું કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિશ્વકપમાં ભારતને ટક્કર આપી શકે છે. તેણે કહ્યું- ઓસ્ટ્રેલિયા હંમેશાથી એક મજબૂત ટીમ રહી છે અને આ પહેલા ઘણા ટાઇટલ જીત્યા છે. તેની પાસે દબાણવાળી મેચ જીતવાની ક્ષમતા છે. મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ એક સારી ટીમ છે. જ્યારે ઈંગ્લેન્ડ વનડેની મજબૂત ટીમ છે તો આફ્રિકા સારૂ પ્રદર્શન કરી રહી છે.

યુવરાજનું માનવુ છે કે મેચ જીતાડવામાં બોલરોની નિર્ણાયક ભૂમિકા હશે અને આશા છે કે વચ્ચેની ઓવરોમાં સ્પિનર મહત્વની ભૂમિકા ભજવશે. સાથે તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ દરમિયાન ઝાકળની ભૂમિકા મહત્વની રહેશે. તેણે કહ્યું- મોટા ભાગની મેચ બપોરે શરૂ થશે. ભારતમાં મોટા ભાગની વિકેટ એવી હોય છે, જેના પર ખુબ રન બને છે.

નવેમ્બરમાં હવામાન બદલાય છે. કેટલીક મેચમાં સ્વિંગ થઈ શકે છે, જ્યારે સાંજે ઝાકળનો પ્રભાવ આવી શકે છે. આ સિવાય કેટલીક વિકેટ જાેવા મળી શકે છે કે બોલ સ્પિન કરશે. મને હંમેશા લાગે છે કે સ્પિનર એવા બોલર છે, જેનું મીડલ ઓવરમાં ખુબ મહત્વ છે. મને લાગે છે કે ભારત પાસે ખરેખર ૧૦ વિકેટ લેનાર બોલર છે. વિશ્વકપમાં બોલરો તમને મોટા ભાગની મેચમાં વિજયી બનાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.