Western Times News

Gujarati News

એનિમલ ફિલ્મનું ટીઝર જોઈ લોકોના ઉડી ગયા હોશ

મુંબઈ, બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની એક ઝલક જાેવા માટે લોકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેવામાં ફિલ્મના મેકર્સે દ્વારા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની સ્ટાઈલ અને તેનો લુક જાેઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. સંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર તેના બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ ‘એનિમલ’ના ટીઝરની શરૂઆતમાં રણબીર કપૂર એકદમ નિર્દોષ દેખાય છે અને પછી થોડીવારમાં તેની ખતરનાક સ્ટાઈલમાં એન્ટ્રી થાય છે. ટીઝરમાં અનિલ કપૂર અને બોબી દેઓલના કેરેક્ટરથી પણ લોકો પ્રભાવિત થયા છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ જાેવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટોરી એક ગેંગસ્ટર પરિવારની છે. જેમાં અનિલ કપૂર પિતા અને રણબીર કપૂર તેના પુત્ર તરીકે જાેવા મળશે.

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ આ અગાઉ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ કોઈકારણોસર ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી અને હવે આ ફિલ્મ ૧ ડિસેમ્બર કરવામાં આવશે. મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા રણબીર કપૂર છેલ્લે શ્રધ્ધા કપૂર સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.