Western Times News

Gujarati News

એશિયન ગેમ્સમાં સ્કેટિંગમાં ભારતે જીત્યા બે મેડલ

હાંગઝોઉ, એશિયન ગેમ્સમાં નવમા દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ સાથે શરૂઆત કરી હતી. મહિલા સ્પીડ સ્કેટિંગમાં ૩૦૦૦ મીટર રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે એશિયન ગેમ્સમાં નવમા દિવસે શાનદાર શરૂઆત કરી હતી.

સ્કેટિંગમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો. સંજના ભટુલા, કાર્તિકા જગદીશ્વરન, હિરલ સાધુ અને આરતી કસ્તુરીએ મહિલાઓની સ્પીડ સ્કેટિંગ ૩૦૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ ૪ઃ૩૪ઃ૮૬૧ મિનિટમાં પુરી કરી હતી. સ્પીડ સ્કેટિંગમાં ભારતને આજે બીજાે મેડલ મળ્યો છે.

ભારતના આર્યનપાલ ઘુમન, આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત કાંબલે, વિક્રમ ઈંગલે ૪ઃ૧૦.૧૨૮ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ચીની તાઈપેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે એશિયન ગેમ્સમાં આઠમા દિવસ સુધી મેડલ ટેલીમાં ચીન નંબર વન પર છે.

તેણે ૮મા દિવસ સુધી કુલ ૨૪૪ મેડલ જીત્યા. તેની પાસે ૧૩૩ ગોલ્ડ, ૭૨ સિલ્વર અને ૩૯ બ્રોન્ઝ મેડલ છે. કોરિયા બીજા નંબર પર છે. કોરિયાએ ૧૨૫ મેડલ જીત્યા છે. જેમાં ૩૦ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૬૦ બ્રોન્ઝ સામેલ છે. જાપાન ત્રીજા નંબર પર છે. જાપાને કુલ ૧૧૨ મેડલ જીત્યા છે. ભારત ૫૩ મેડલ સાથે ચોથા સ્થાને છે.

એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતની પુરુષ બેડમિન્ટન ટીમને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને ચીન સામે ૩-૨થી હાર મળી હતી. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતે હવે કુલ ૫૩ મેડલ જીત્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.