Western Times News

Gujarati News

મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ પર મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે ૨ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. આજે મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મજયંતિ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

ગાંધી જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ દેશમાં ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે બંને નેતાઓને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના વિકાસ અને કલ્યાણ માટે કામ કર્યું.

પીએમ મોદીએ ગાંધીજીના ઉપદેશોને પોતાના જીવનમાં અપનાવવા અને તેમનાથી પ્રેરિત થવાની વાત પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે.

બાપુને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ‘ગાંધી જયંતિના આ ખાસ અવસર પર હું મહાત્મા ગાંધી સમક્ષ મસ્તક નમાવું છું.

તેમના ઉપદેશોએ હંમેશા આપણા માર્ગને પ્રકાશિત કર્યો છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવ જાતિને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. તેમના વિચારો દરેક યુવાનોને તેમણે જે પરિવર્તનનું સપનું જાેયું હતું તેના વાહક બનવા માટે સક્ષમ બનાવે, જેથી એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળે. પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે લખ્યું, ‘લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’ ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. અમે હંમેશા મજબૂત ભારતના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીશું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ ૨ ઓક્ટોબરે દેશમાં દર વર્ષે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. તેઓ માત્ર એક પ્રખ્યાત નેતા જ નહીં પરંતુ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. અહિંસાના માર્ગે ચાલીને રાષ્ટ્રપિતાએ આપણને અંગ્રેજાેથી આઝાદી અપાવી. ગાંધી જયંતિએ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક છે. આજે સમગ્ર દેશમાં રજા છે. લોકો ગાંધી જયંતિ પર એકબીજાને શુભેચ્છાઓ આપીને પણ આ દિવસની ઉજવણી કરે છે.

ગાંધી જયંતિ નિમિત્તે આપણે રાષ્ટ્રપિતા દ્વારા બતાવેલ અહિંસા અને માનવતાના માર્ગ પર ચાલવું જાેઈએ. તેમણે લોકોને જે અહિંસાનો પાઠ ભણાવ્યો તે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આ જ કારણ છે કે લોકો આપણા દેશના સ્થાપક મહાત્મા ગાંધીને તેમના પ્રયત્નો અને તેમના ઉપદેશોને કારણે પૂજે છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મજયંતિ સોમવારે ઉજવવામાં આવી રહી છે. ભારતમાં દર વર્ષે ૨ ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પછી ૨ ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિને ત્રીજા રાષ્ટ્રીય તહેવાર તરીકે ગણવામાં આવે છે.

ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના વિચારો આજે પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો.

મહાત્મા ગાંધી પ્રત્યે લોકોમાં આદર વધારવા અને તેમના વિચારોને યાદ કરવા દર વર્ષે ૨ ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછીથી લોકો મહાત્મા ગાંધીને બાપુ કહેવા લાગ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.