Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓની હત્યાને લઇ મણિપુરના ચુરાચાંદપુરમાં સંપૂર્ણ બંધનું એલાન

ઈમ્ફાલ, મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ નાજુક બનતી જાેવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આરોપીઓને મહત્તમ સજા સુનિશ્ચિત કરવામાં આવશે.

આ દરમિયાન તેમની ધરપકડના વિરોધમાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સોમવાર, ૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યાથી ચૂરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. સ્થિતિને જાેતા મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ૬ ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.

વાસ્તવમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને સ્પેશિયલ ફ્લાઈટમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ કુકી સમાજના સંગઠનોએ આ ધરપકડોને અપહરણ ગણાવીને વિરોધ કર્યો છે. તેઓએ રવિવારે રાત્રે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ૧ ઓક્ટોબરથી ચુરાચંદપુરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સમયગાળા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

મણિપુરના માન્ય આદિવાસી જૂથ ITLF  એ ધરપકડના વિરોધમાં સોમવારે સવારે ૧૦ વાગ્યાથી ચુરાચંદપુર જિલ્લામાં અનિશ્ચિત હડતાળનું આહ્વાન કર્યું હતું અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓને ૪૮ કલાકની અંદર મુક્ત કરવામાં આવે. ચુરાચંદપુર સ્થિત જાેઈન્ટ સ્ટુડન્ટ બોડી (JSB) એ પણ સોમવારે સવારે ૬ વાગ્યાથી જિલ્લામાં ૧૨ કલાકના બંધનું આહ્વાન કર્યું છે.

ITLF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લામકામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ૨ સગીર સહિત ૭ કુકી-ઝોના અપહરણના કિસ્સામાં વિવિધ સંસ્થાઓની સંયુક્ત બેઠકમાં નીચેના ર્નિણયો લેવામાં આવ્યા હતા. લામકાના નાગરિક સમાજ સંગઠનો લેવામાં આવ્યા છે.

૧. અપહરણના વિરોધમાં ૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી લામકા જિલ્લામાં અનિશ્ચિત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

૨. NIA અને CBIને ૪૮ કલાકની અંદર અપહરણ કરાયેલા ૭ને મુક્ત કરવા વિનંતી કરવામાં આવે છે, અન્યથા મણિપુરના તમામ પહાડી જિલ્લાઓમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

૩. Meitei ને અડીને આવેલા તમામ સરહદી વિસ્તારો ૧ ઓક્ટોબરથી સીલ કરવામાં આવશે. કોઈને પણ બફર ઝોનમાં પ્રવેશવા કે બહાર જવા દેવામાં આવશે નહીં. તેમજ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

૪. પાણી પુરવઠો, પ્રેસ અથવા મીડિયા, તબીબી, વીજળી અને ITLF કર્મચારીઓ જેવી આવશ્યક સેવાઓને બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મણિપુર સરકારે રવિવારે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધને તાત્કાલિક અસરથી વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે. મતલબ કે હવે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ

૬ ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જુલાઈમાં ગુમ થયેલા બે મેઇટી વિદ્યાર્થીઓની હત્યાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કર્યાના કલાકો પછી આ જાહેરાત કરવામાં આવી છે. હત્યા સંબંધિત વ્યાપક વિદ્યાર્થીઓના વિરોધને પગલે શરૂઆતમાં ૨૬ સપ્ટેમ્બરે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેર કરાયેલ એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સંભવ છે કે કેટલાક અસામાજિક તત્વો મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, દ્વેષપૂર્ણ ભાષણો અને જાહેર લાગણીઓને ઉશ્કેરતા નફરતભર્યા વિડિયો સંદેશાઓ ફેલાવવા માટે કરે છે, જે ગંભીર હોઈ શકે છે.  મણિપુરમાં જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ બંને ૬ જુલાઈથી ગુમ હતા. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.