ડોર ટુ ડોરની ગાડીઓમાં GPS સિસ્ટમ કાર્યરત થશે

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાંથી ૧૦૯૧ જેટલા વાહનો દ્વારા ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા ગોઠવાઇ છે, ત્યારે હવે તમામ કચરાની ગાડીઓમાં જીપીએસ સીસ્ટમ કાર્યરત થઇ જતાં તેના પર સતત મોનિટરીંગ માટે મ્યુનિ. દ્વારા એક વિશેષ કંન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
જાે હવે કોઇપણ વાહન માલીક ચોક્કસ સ્થળ પરથી કચરો નહી લે તો તે બદલ એક સ્થળના રૂ. ૫ તથા સબંધીત વિસ્તારમાં આવેલા મકાન દિઠ રૂ. ૨ લેખે દંડ વસુલવામાં આવશે. નોંધનીય છેેકે, એટલે કે જાે આ વિસ્તારમાં ૨૦૦ મકાન હોય તો રૂ. ૪૦૦ દંડ તથા સ્થળના રૂ. ૫ લેખે રૂ. ૪૦૫ જેટલો દંડ વસુલવામાં આવશે.
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં સ્વચ્છતા પર અપાતા સતત ભારણને કારણે મ્યુનિ. દ્વારા તમામ કચરો ઉપાડતા વાહનોમાં જીપીએસ મોનીટરીંગ સીસ્ટમ લગાવવામાં આ?વી છે. શહેરમાં અત્યારે ૧૦૯૧ જેટલા વાહનો દ્વારા કુલ ૩૧૦૦૦ જેટલા સ્થળ પરથી પ્રતિદિન કચરો ઉપાડવામાં આવે છે.
જેમાં દરરોજ તમામ જગ્યાએથી કચરો ઉઠાવવામાં આવે છે. અત્યારે કચરો ઉપાડવા માટે મોનિટરીંગ કરવા માટે શહેરમાં વિવિધ એજન્સીની સુપરવાઇઝર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સ્ટાફ દ્વારા ફરજ બજાવવામાં આવે છે. બે શીફ્ટમાં મોનિટરીંગ કરવામાં આ?વી રહ્યું છે. નોંધનીય છેકે, મ્યુનિ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર અને ડે. ડાયરેક્ટર દ્વારા સતત મોનિટરીંગ કરીને શહેરમાં સતત કચરા માટે વ્યવસ્થાપન જાળવવામાં આવે છે.
ઉલ્લેખનીય છેકે, મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવેલા નવા કંન્ટ્રોલરૂમ દ્વારા તમામ વાહનો પર સતત મોનિટરીંગ રાખવામાં આવશે. એટલું જ નહી પણ તમામ વાહનનો કોમ્પ્યુટરાઇઝ રીપોટ પણ તૈયાર થશે.
જેમાં કોઇ પણ વાહન કોઇ ચોક્કસ સ્થળેથી કચરો ન ઉઠાવ્યો હોય તો પછી તેમને તે પેટે દંડ કરવાની પણ જાેગવાઇ છે. ત્યારે તેમને દંડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, લાંબા સમય બાદ આ જીપીએસ સીસ્ટમ મોનિટરીગની શરૂઆત કરવામાં આવી રહી છે.