Western Times News

Gujarati News

બિહાર સરકારે જાતીય આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી

(એજન્સી)પટણા, બિહારમાં નીતિશકુમારની સરકારે જાતીય આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી ૩૬ ટકા અત્યંત પછાત, ૨૭ ટકા પછાત વર્ગ, ૧૯ ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને ૧.૬૮ ટકા અનુસૂચિત જનજાતિના લોકો રહે છે.

આજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે, બિહાર સરકારે જાતીય આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યો. બિહાર સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં જાતી આધારિત વસ્તીગણતરીમાં ૧૩ કરોડથી વધુ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી ૧૩ કરોડ ૭ લાખ ૨૫ હજાર ૩૧૦ જણાવવામાં આવી છે. આજે બિહાર સરકાર વતી વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. તેઓ રાજ્યમાં મુખ્ય સચિવનો હવાલો સંભાળે છે.

તેમણે કહ્યું કે, બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા ૧૫.૫૨ ટકા, ભૂમિહારની વસ્તી ૨.૮૬ ટકા, બ્રાહ્મણની વસ્તી ૩.૬૬ ટકા, કુર્મીની વસ્તી ૨.૮૭ ટકા, મુસહરની વસ્તી ૩ ટકા, યાદવની વસ્તી ૧૪ ટકા અને રાજપૂતની વસ્તી ૩.૪૫ ટકા છે. બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે

આજે ગાંધી જયંતિ પર આ ઐતિહાસિક ક્ષણના અમે સાક્ષી બન્યા છીએ. ભાજપે અનેક કાવતરાં, કાનૂની અવરોધ અને તમામ ષડયંત્ર કર્યા છતાં આજે બિહાર સરકારે જાતિ આધારિત સરવે જાહેર કરી દીધો. આ આંકડા વંચિતો, ઉપેક્ષિતો અને ગરીબોના સર્વાંગી વિકાસ

અને પ્રગતિ માટે સમગ્ર યોજના બનાવવા તથા હાંસિયામાં ધકેલાયેલા સમૂહોની વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં દેશ માટે ઉદાહરણ પૂરું પાડશે. સરકારે હવે સુનિશ્ચિત કરવું જાેઈએ કે જેની જેટલી વસતી તેની તેટલી ભાગીદારી. કેન્દ્રમાં જ્યારે ૨૦૨૪માં અમારી સરકાર બનશે તો અમે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.