Western Times News

Gujarati News

વંદે ભારત ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કરાયો

(એજન્સી)ભીલવાડા, દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સૌકોઈ માટે રાહત સમાન સાબિત થઈ રહી છે, તો કેટલાક બદમાશો પથ્થરમારો વંદે ભારત ટ્રેનમાં અડચણો પણ ઉભા કરતા હોવાના અહેવાલો સતત મળતા રહ્યા છે. ટ્રેન પર અવારનવાર પથ્થરમારાની ઘટનાઓ સામે આવતી હોય છે,

ત્યારે રાજસ્થાન ના ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવા માટે ટ્રેક પર પથ્થર અને લોખંડની કડીઓ મુકાઈ હોવાની ઘટના સામે આવી છે. કોઈ વ્યક્તિને ટ્રેનના ભીલવાડા પાસેના રૂટ પર પથ્થર મળ્યા છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે…

વીડિયોમાં દેખાય છે કે, ટ્રેનની થોડી આગળ ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ મુકવામાં આવી છે. કેટલાક બદમાશોએ ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટના ટ્રેક પર મોટા પથ્થરો અને લોખંડની કડીઓ મુકી ટ્રેને ઉથલાવવાનો પ્રયાસ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

જાેકે ટ્રેનના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવતા તુરંત ટ્રેનને થોભી દીધી હતી અને ટ્રેનમાંથી નીચે ઉતરી ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ હટાવા મોટી દુર્ઘટના ટળી હતી. જાે આ પથ્થરો-કડીઓ પરથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.