છોટાઉદેપુરથી વડોદરા જતા હાઈવે પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો
ભારજ નદી પરના બ્રિજને બંધ કરવાને લઈ વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે
છોટાઉદેપુર, છોટાઉદેપુર થી વડોદરા જતા હાઈવે પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવ્યો છે. ભારજ નદી પરના બ્રિજને બંધ કરવાને લઈ વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે. પાવી જેતપુર પાસે આવેલ આ બ્રીજ મધ્યપ્રદેશને જાેડતા નેશનલ હાઈવે પર આવેલો છે.
જેને લઈ સ્થાનિકો સહિત અને અનેકને ધંધાકીય અસર પહોંચી રહી છે. લોકોએ ૨૪ કિલોમીટર લાંબો ચકરાવો હાલમાં ખાવો પડી રહ્યો છે.છોટાઉદેપુર થી વડોદરા જતા હાઈવે પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવ્યો છે.
ભારજ નદી પરના બ્રિજને બંધ કરવાને લઈ વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે. પાવી જેતપુર પાસે આવેલ આ બ્રીજ મધ્યપ્રદેશને જાેડતા નેશનલ હાઈવે પર આવેલો છે. જેને લઈ સ્થાનિકો સહિત અને અનેકને ધંધાકીય અસર પહોંચી રહી છે. લોકોએ ૨૪ કિલોમીટર લાંબો ચકરાવો હાલમાં ખાવો પડી રહ્યો છે.
અઢી ત્રણ માસથી પુલની સમસ્યા સર્જાઈ છે. બ્રિજ ખૂબ જ મહત્વનો હતો અને ચોમાસામાં પાણી નદીમાં પૂરના સ્વરુપે આવતા પુલને નુક્સાન થયુ હતુ. આમ પુલની મરામત કરવી જરુરી બની હતી.
જેથી પુલને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. હાલ તો ડાયવર્ઝન બનાવવા માટેનુ કામ શરુ કરવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં જ આ હાલાકી દૂર થઈ જવાની સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ હૈયાધારણા સ્થાનિક લોકોને આપી હતી.