સાંપ્રદાયિક “ધર્મો” વચ્ચે યુદ્ધ એ “ધર્મ યુદ્ધ” છે?! કે પછી ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ એ “ધર્મ યુદ્ધ” છે?!

કે પછી અન્યાય સામે ન્યાય માટેની લડાઈ કે ધર્મ પ્રસ્થાપિત કરવા માટે ઉદભવતો સંઘર્ષ એ ધર્મ યુદ્ધ છે શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણ શું કહે છે?!
તસવીર ભારતની સંસદની છે બીજી તસવીર ભારતના ન્યાય મંદિર એટલે કે ભારતની સુપ્રીમ કોર્ટની છે એક સાદી વાત છે કે લોકોના મતથી ચૂંટાયેલા સંસદસભ્યોએ ધારાસભ્યો ચૂંટાયા પછી પ્રજા હિતમાં રાજધર્મ અદા કરવાનો છે
અને સુપ્રીમ કોર્ટ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજધર્મ અદા કરવામાં નિષ્ફળ જાય ત્યારે ન્યાયાધીશો એ ન્યાય મંદિરમાં બેસીને ન્યાય ધર્મ અદા કરવાનો છે અને દરેકને અન્યાય થી મુક્ત કરવો એ જ ન્યાય ધર્મ છે ડોક્ટર કોઈ માનવીને પ્રમાણિકપણે સાજાે કરે એ ડોક્ટરનો ધર્મ છે!
કોઈ ન્યાયાધીશ જ્ઞાતિ ધર્મ જાતિ જાેયા વગર કોઈને ન્યાય આપે એ ન્યાયાધીશનો ધર્મ છે! સમાજમાં ભ્રષ્ટાચાર રોકે ગુનેગારોને પકડીને સજા અપાવે એ પોલીસનો ધર્મ છે! કોઈ સરકારી અધિકારી વગર ભ્રષ્ટાચારે પુલ બનાવે અને રાજકારણીઓ તેમાં પોતાની ટકાવારી ન રાખે એ તેમનો ધર્મ છે!
અને પત્રકારો સત્ય ઉજાગર કરે એ પત્રકારિતાનો ધર્મ છે! માટે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ફક્ત કર્તવ્યને ધર્મ કહેવાયો છે એ વ્યાખ્યા શ્રી ભગવાનની યોગ્ય જ છે માટે શ્રી ભગવાન પાસે પહોંચવું હોય તો બાળક જેવા મન સાથે પ્રાર્થના કરો અને કર્તવ્ય નિભાવો શ્રી પરમેશ્વર આપોઆપ તમારો ઉધ્ધાર કરશે આ જ સાચો ધર્મ છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
દરેક માનવીને પોતાનો સંપ્રદાયિક “ધર્મ” સાચો લાગે છે!! પરંતુ પોતાના સંપ્રદાયિક ધર્મ મારફતે શ્રી ભગવાન પાસે કેટલા પહોંચ્યા ને સ્વર્ગમાં કેટલા ગયા તેનો પુરાવો શું?!!
સ્વામી વિવેકાનંદે અદભુત કહ્યું છે કે “તમારે તમારો વિકાસ અંદરથી સાધવાનો છે તમને કોઈ બીજું શીખવી ના શકે કોઈ બીજું આધ્યાત્મિક બનાવી ન શકે તમારા પોતાના આત્મા સિવાય અન્ય કોઈ તમારો ગુરુ નથી”!! જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે “શ્રી પરમેશ્વર આપણા પક્ષે છે કે નહીં જેની ચિંતા ન કરશો
પણ આપણે શ્રી પરમેશ્વરના પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરજાે”!! ધર્મના નામે થતા અવનવા, પ્રયોગો ભાષણોથી અનેકવાર હિંસા થાય છે!! અનેકવાર આક્ષેપો, પ્રતિ આક્ષેપો થાય છે!! દરેકને પોતાનો “ધર્મ” સાચો લાગે છે!! દરેક પોતાનો “ધર્મ” ના વિસ્તરણ માં રસ છે?!
એક અદભુત મનોમંથન છે! શું આજે સનાતન સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?! શું સ્વામીનારાયણ સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?! શું બૌદ્ધ ધર્મને સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?!શું મુસ્લિમ સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?! શું ખિસ્તી સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?! શું શીખ સાંપ્રદાયિક ધર્મને સાચો ગણવો?! કયા ધર્મના માર્ગથી મહાન પરમેશ્વર સુધી પહોંચાય અને ‘સ્વર્ગ’ મળે?!
શ્રી પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે માણસનું હૃદય જ્યાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં શ્રી પરમાત્મા તમને મળશે નહીં છતાં આજે અનેક ધર્મસ્થાનો વચ્ચે મારા તારાની લડાઈ ચાલે છે? અને દરેકને પોતપોતાનો ધર્મ સાચો લાગે છે, પરંતુ પોતાના ધર્મ મારફતે તે કેટલા પોતાના ભગવાન પાસે પહોંચ્યા પોતાના જીવનમાં આધ્યાત્મિક વિકાસ થયો તો સાચો જવાબ ભાગ્યે જ મળે છે?! શું આ ધર્મ છે?
પોતપોતાનો ધર્મ સાચો એ ધર્મ છે? આ તો ચિંતિત અને ચિંતા નો મુદ્દો છે શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશમાં સાંપ્રદાયિકતા નહીં પણ જીવન રીતે નો ઉપદેશ છે! કર્તવ્યની શ્રી ભગવાન અપેક્ષા રાખતા હોવાનું જણાય છે. દરેક વ્યક્તિ માનવી તરીકે અને પોતે જે હોદ્દા ઉપર છે ત્યાં પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે એ ધર્મની વ્યાખ્યા સ્વયમ શ્રીકૃષ્ણએ આપી છે, ત્યારે લડાઈ હંમેશા ધર્મ અને અધર્મ વચ્ચે હોવી જાેઈએ! લડાઈ ભ્રષ્ટાચાર સામે નૈતિકતાની હોવી જાેઈએ!
લડાઈ દુરાચાર સામે સજ્જનતાની હોવી જાેઈએ! લડાઈ ધિકાર સામે પ્રેમની હોવી જાેઈએ! લડાઈ ગુંડારાજ સામે ન્યાયના રાજની હોવી જાેઈએ! લડાઈ દુરાચાર સામે સદાચારની હોવી જાેઈએ! લડાઈ અમાનવીયતા સામે માનવતાની હોવી જાેઈએ! લડાઈ પાપ સામે પુણ્ય માટેની હોવી જાેઈએ અને આવું કર્તવ્ય નિભાવે એ જ “માનવ ધર્મ” છે. અને કર્તવ્ય -ઉત્તરદાયિતને સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ કહેતા હોય તો આજે જે વિવિધ સંપ્રદાયો વચ્ચે ઉભો કરાતો વિશ્વાસ ધર્મ હોઈ શકે??!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.