વિદેશ જવા TOFEL પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ધરખમ વધારો
નવી દિલ્હી, એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ અનુસાર, કોવિડ-૧૯ની મહામારી બાદ વિદેશ યાત્રા ફરી શરૂ થવાની સાથે જ ભારતમાં TOFEL (Test of English as a Foreign Language) પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ વધારો ૧૦-૧૫ ટકાનો નહીં પણ ૫૯ ટકા જેટલો મોટો છે. કોરોના કાળના લીધે ઘણાં વિદ્યાર્થીઓ વિદેશ જઈ શક્યા નહોતા પરંતુ હવે માર્ગ ખુલ્લા થઈ જતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, યુકે સહિતના દુનિયાના દેશોમાં ભણવા તથા ત્યાના નાગરિક બનવા માટેની અરજીઓ કરી રહ્યા છે.
TOFEL અંગેનો થોડા સમય અગાઉ જાહેર થયેલો ડેટા અહીં વિસ્તૃત રીતે આપવામાં રજૂ કરવામાં આવ્યો છે. જેમને વિદેશ જવું છે તેમને આ માહિતી ઉપયોગી થઈ શકે છે. ટોફેલ દુનિયાનાં ઘણાં દેશો તથા અમેરિકા સહિતના દેશોની યુનિવર્સિટીઓમાં માન્ય છે જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા પર પસંદગી ઉતારે છે.
પ્રિન્સટનના ડેટા પર આધારિત ETS મુજબ, ટેસ્ટ ઓફ ઈંગ્લિશ ફોરેન લેંગ્વેજ એટલે કે TOFEL અને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન ૨૦૨૨ માટે વૈશ્વિક સ્તરે ભારતીય વિદ્યાર્થીઓને કુલ ભાગ ૧૨.૩ ટકા હતો. જણાવી દઈએ કે તેના આગલા વર્ષે આ આંકડો ૭.૫ ટકા હતો.
ભારતીય ઉમેદવારોની સંખ્યામાં વધારો વિદેશમાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યામાં અને ઈમિગ્રેશનમાં થયેલા વધારાને અનુરૂપ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૨૧માં ભારતમાં TOFEL પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ૫૩ ટકાનો વધારો થયો હતો.
વર્ષ ૨૦૨૨માં આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં ૫૯ ટકા વધી છે. આ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીયોમાં વિદેશ જવાની આકાંક્ષાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ વગેરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા શહેરો છે.
સચિન જૈને જણાવ્યું હતું કે, આ જાેતા કહી શકાય છે કે હવે લોકોનો રસ માત્ર યુએસ અથવા યુકે સુધી મર્યાદિત નથી પણ હવે ડેસ્ટિનેશન લેન્ડસ્કેપ વધુ વ્યાપક બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોમાં ભારતીય ઉમેદવારો તરફથી વધુ સ્કોર રિપોર્ટ્સ પ્રાપ્ત થઈ રહ્યાં હોવાના કારણે આ સંખ્યામાં ઝડપી અને વધુ વધારો થાય તેવી શક્યતા છે.
ઈંગ્લિશ ફોરેન લેંગ્વેજ ટેસ્ટ અથવા TOFEL એક ૬૦ વર્ષ જૂની પરીક્ષા છે, જે તમામ સ્તરના ઉમેદવારોના એકેડમિક ઈગ્લિશનો ટેસ્ટ લેવા માટે સર્વ સ્વિકૃત પરીક્ષા માનવામાં આવે છે. અહીં TOFEL દ્વારા વિદ્યાર્થીઓના અંગ્રેજીના જ્ઞાનને તપાસવામાં આવે છે. વિદ્યાર્થીઓની સ્ટેન્ડર્ડ અંગ્રેજી પર કેટલી પકડ છે, તે આ પરીક્ષા દ્વારા જાણી શકાય છે. આ પરીક્ષા ખાસ એવા વિદ્યાર્થીઓ માટે હોય છે જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય અને તે કોઈ અન્ય ભાષાનો ઉપયોગ કરતા હોય.SS1MS