ધોનીની નવી હેર સ્ટાઈલ સોશિયલ મિડીયા પર વાયરલ
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે ક્રિકેટ મેદાન પર હોય કે ન હોય. તેની ચર્ચા તો હંમેશા થાય જ છે. તે ચાહકોના દિલ પર રાજ કરે છે.
આજકાલ ધોની અલગ કારણથી હેડલાઇન્સમાં છે. અને આ કારણ છે તેની નવી હેર સ્ટાઈલ. માહી તેના નવા લુકને લઈને ચર્ચામાં છે. આ નવા લુકમાં તે ૨૦૦૭ T૨૦ વર્લ્ડ કપના મહેન્દ્ર સિંહ ધોની જેવો દેખાઈ રહ્યો છે. એક તરફ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે ત્યારે ધોનીના આ લુકની સોશિયલ મીડિયા પર લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હેર સ્પેશિયાલિસ્ટ આલીમ હકીમે ધોનીનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો.
આલિમે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું, “હા, આ આપણો મહેન્દ્ર સિંહ ધોની જ છે. ધોનીની આ તસવીરને કલાકોમાં જ લાખો લાઈક્સ મળવા લાગી હતી અને તે દરેક સોશિયલ મીડિયા એપ પર વાયરલ થવા લાગી હતી.
આ તસવીરમાં તે બ્લેક ટી-શર્ટ અને ડાર્ક ચશ્મામાં જાેવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ધોની છેલ્લે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જાેવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે ધોની માટે આ છેલ્લી IPL હશે. પરંતુ આવું થયું નહોતું. ધોની વર્ષ ૨૦૨૪માં પણ પોતાની ટીમ તરફથી રમતા જાેવા મળશે.
ભારતને ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી જિતાડનાર એમએસ ધોનીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તે છેલ્લે વર્ષ ૨૦૧૯માં વર્લ્ડકપમાં જ ભારત તરફથી રમતા જાેવા મળ્યો હતો.
તેણે ન્યુઝીલેન્ડ સામે વનડે મેચ રમી હતી. તે મેચમાં માહીએ બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી અને એક કેચ પણ લીધો હતો. તેની સમગ્ર કારકિર્દીમાં ધોનીએ ભારત માટે ૯૦ ટેસ્ટ, ૩૫૦ વનડે અને ૯૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે અનુક્રમે ૪૮૭૬, ૧૦૭૭૩ અને ૧૬૧૭ રન બનાવ્યા છે. ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રહ્યો છે. તેણે ભારત માટે ૨ વર્લ્ડ કપ પણ જીત્યા છે.SS1MS