Western Times News

Gujarati News

સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યું મગરનું બચ્ચું- કાઢવા જતા હુમલો કર્યો

મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના એક સ્વિમિંગ પૂલમાં મંગળવારે સવારે એક મગરનું બાળક તરતું જાેવા મળ્યું હતું. રિપોર્ટ્‌સ અનુસાર, લાઈફગાર્ડે તે નાના મગરને પૂલમાં તરતા જાેયો અને બાદમાં તેને પકડી લીધો. પરંતુ, આ દરમિયાન તે બાળ મગરે તેના હાથમાં બટકું ભરી લીધું.

મગરના બાળકને હવે એક ડ્રમની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલના સંયોજક સંદીપ વૈશમ્પાયને મીડિયાને જણાવ્યું હતું કે પૂલના કર્મચારી નિયમિત રુપે સવારે કોઈપણ કામ શરુ કરતાં પહેલા પૂલની તપાસ કરે છે. તેઓએ જણાવ્યુ, ‘આજે, અમારા સ્ટાફને આ ઓલંપિક આકારના સ્વિમિંગ પૂલમાં મગરનું બાળક જાેવા મળ્યું.

એક્સપર્ટની મદદથી તેનું રેસ્ક્યુ કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.’ પૂલના એક અધિકારીએ જણાવ્યું કે મગર નજીકના ખાનગી પ્રાણી સંગ્રહાલયમાંથી આવ્યો હોય શકે છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે જ્યારે ખાનગી પ્રાણી સંગ્રહાલયમાંથી સાપ રસ્તા પર આવી ગયા હતાં, જેનાથી લોકો ગભરાઈ ગયા હતાં.

બીજી તરફ મહાટ્ઠરાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડેએ ખાનગી પ્રાણી સંગ્રહાલય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. દેશપાંડેએ પૂછ્યું, ‘આ ખાનગી પ્રાણી સંગ્રહાલય અનધિકૃત છે. આ પહેલા પણ આ જ પ્રાણી સંગ્રહાલયમાંથી સાપ નીકળ્યા હતા અને લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો.

આ સરીસૃપો અને જાનવરોનો લોકો પર હુમલો કરવો અથવા આ સરીસૃપો અને જાનવરોને સાર્વજનિક રુપે ઘાયલ થવા પર જવાબદારી કોણ લેશે? આ ખાનગી પ્રાણી સંગ્રહાલયને આ જાનવરો રાખવાની પરવાનગી કોણે આપી? તેમના પર કોઈનો રાજનૈતિક પ્રભાવ છે? મીડિયાને વધુમાં જણાવ્યું કે, ખાનગી પ્રાણી સંગ્રહાલયની જમીન પર બનેલ છે. તેમણે કહ્યું, ‘ઘણી વખત આ સ્વિમિંગ પૂલના અધિકારીઓએ ઓથોરિટીને ફરિયાદ કરી છે. આ ખાનગી પ્રાણી સંગ્રહાલયની હાલત જાેઈએ તો ખરેખર ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં, વન વિભાગ કેમ કોઈ પગલાં નથી લઈ રહ્યું?’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.