સની દેઓલનો અંગૂઠો ભૂલથી કપાયો હતો
મુંબઈ, ૩૯ વર્ષ પહેલા સની દેઓલ અને પૂનમ ધિલ્લોનની સુપરહિટ ફિલ્મ ‘સોહની મહિવાલ’ રિલીઝ થઈ હતી. ફિલ્મના ગીતો સાથે સની દેઓલ અને પૂનમ ધિલ્લોનની કેમેસ્ટ્રીએ ફેન્સના દિલ જીતી લીધા હતા. ફિલ્મના મોટાભાગના દ્રશ્યોની જેમ સની દેઓલનો વિલન સાથેનો ફાઈટ સીન પણ ઘણો હિટ થયો હતો પરંતુ આ સીનને કારણે સની દેઓલ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.
ફિલ્મ ‘સોહની મહિવાલ’ એ જ નામની ક્લાસિક લવ સ્ટોરી પર આધારિત હતી, જેનું નિર્દેશન ઉમેશ મહેરાએ કર્યું હતું. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ રશિયામાં થયું હતું. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવરે વિલન નૂરાની ભૂમિકા ભજવી હતી. સની દેઓલ સાથે ફાઈટ સીનના કારણે ગુલશન ગ્રોવર ખૂબ જ નર્વસ હતો.
ખરેખરમાં એક ફાઇટ સીનમાં સની અને ગુલશને ખરેખરમાં તલવારો સાથે ફાઇટ સીન શૂટ કર્યો હતો. જાેકે આકસ્મિક રીતે સની પાજીના અંગૂઠા પર ગુલશનની તલવાર વાગી હતી, જેના કારણે તેમાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુલશન ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, ‘એક સીનમાં તલવારબાજી કરવાની હતી. રશિયામાં જાેવા મળતી તલવારો ખૂબ જ ધારદાર હતી, જ્યારે ભારતમાં આપણે કાર્ડબોર્ડની તલવારોનો ઉપયોગ કરીએ છીએ. મેં ભૂલથી સની પાજીના અંગૂઠા પર તલવાર વડે હુમલો કર્યો હતો. કપાયેલા અંગૂઠામાંથી લોહી ખૂબ વહેવા લાગ્યું હતું. બધા ડરી ગયા હતા.
મેં ગભરાઈને ઘણી વખત સની દેઓલ પાસે માફી માંગી હતી. સની દેઓલે આ બાબતને વધારે મહત્વ આપ્યું ન હતું કારણ કે તે સમજી ગયો હતો કે સેટ પર આવા અકસ્માતો બનવા સામાન્ય છે. ગુલશન ગ્રોવરે વધુમાં કહ્યું કે, ‘સની દેઓલના અંગૂઠામાંથી લોહી નીકળવાનું બંધ ન થઈ રહ્યું હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઊંડા ઘાને કારણે સની દેઓલને એન્ટિબાયોટિક્સ અને ટિટાનસના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા.
સની દેઓલ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માંગતો હતો પરંતુ ડોક્ટરોએ તેને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ આપી હતી. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. જેનો દોષ ગુલશન ગ્રોવર પર નાખવામાં આવ્યો હતો. ગુલશન ગ્રોવરે અંતે કહ્યું, ‘હું આ અકસ્માતથી ખૂબ ડરી ગયો હતો.
એવો ડર હતો કે ફિલ્મ નિર્માતાઓ મને પાછો મોકલી દેશે અને મારી જગ્યાએ કોઈ અન્ય અભિનેતાને લઈ લેશે. જાેકે આવું બન્યું નહી. તેઓ પણ સમજી ગયા કે તે માત્ર એક અકસ્માત હતો. ફિલ્મનો આ ફાઈટ સીન પણ સુપરહિટ સાબિત થયો હતો. આ ફિલ્મ ૧૯૮૪માં ભારત અને રશિયામાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ૭ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.SS1MS