Western Times News

Gujarati News

ઉર્ફી જાવેદ મિસ્ટ્રી મેન સાથે પૂજા કરતી જોવા મળી

મુંબઈ, ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને અતરંગી લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિવિધ પ્રકારની સ્ટાઈલના કપડાં જાતે ડિઝાઈન કરીને નીકળતી ઉર્ફી જાવેદનો દરેક નવો લૂક ચર્ચાનો વિષય બની જાય છે. ઉર્ફી જાવેદ જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે એવામાં હાલ તો એક અલગ જ કારણે ચર્ચામાં આવી છે.

ઉર્ફીની કેટલીક તસવીરો ઓનલાઈન વાયરલ થઈ છે જે બાદ તેણે સગાઈ કરી લીધી હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં તે એક શખ્સ સાથે પૂજા કરતી જાેવા મળે છે. હવન કુંડ પાસે ઉર્ફી અને તેનો મિસ્ટ્રી મેન બેઠેલા જાેવા મળે છે. આ ફોટોઝ વાયરલ થતાં નેટિઝન્સ ચર્ચા કરી રહ્યા છે કે ઉર્ફીની સગાઈ થઈ રહી છે.

તસવીરોમાં પંડિતજી પણ જાેવા મળે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે, ઉર્ફીએ સગાઈ કરી લીધી છે અને સાથે બેઠેલો વ્યક્તિ તેનો ફિઆન્સે છે. પોતાની લવ લાઈફ વિશે ઉર્ફી જાવેદ હંમેશાથી ખુલીને બોલતી આવી છે પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે, ઉર્ફીએ ચર્ચા ના કરવાનું નક્કી કર્યું છે. કેટલાય મોટા સેલેબ્સની જેમ ઉર્ફી આ વખતે પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખવા માગતી હોય એવું લાગી રહ્યું છે.

ઉર્ફીની બહેન ઉરુસાએ પણ કપલની તસવીરો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકી હતી. જાેકે, આ તસવીરો શેની છે અને બાજુમાં બેઠેલો વ્યક્તિ કોણ છે એ વિશે ઉર્ફીએ ખબર લખાઈ ત્યાં સુધી કોઈ ખુલાસો નથી કર્યો. થોડા દિવસ પહેલા જ ગણેશોત્સવ દરમિયાન ઉર્ફી મુંબઈના ગણપતિ પંડાલમાં જાેવા મળી હતી.

ઉર્ફી પિંક રંગનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. એ પહેલા ઉર્ફી ‘બિગ બોસ’ ફેમ પ્રતીક સહજપાલ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે ગઈ હતી. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું હતું કે, તે ઈસ્લામમાં નથી માનતી અને દરેક ધર્મમાંથી સારી બાબતો આત્મસાત કરે છે. ઉર્ફી મનોરંજન જગતમાં પોતાનું સ્થાન બનાવવાના પ્રયાસ કરી રહી છે. ફેમસ ફેશન ડિઝાઈનર માટે રેમ્પ વૉક કરવાથી માંડીને ટીવી શોમાં ગેસ્ટ તરીકે જવા સુધી, ઉર્ફી પોતાની હાજરી વર્તાવતી રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.