Western Times News

Gujarati News

ગુજરાતથી દિલ્હી સુધી 22 વર્ષની મોદી સરકારની સ્વર્ણિમ સફર

ગાંધીનગર, ૭ ઓક્ટોબર, ૨૦૦૧ આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. નેપથ્યમાં રહીને સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નરેન્દ્ર મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી જાેજનો દૂર રહેલા મોદીએ ૫૧ વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મુખ્યમંત્રીનું સુકાન સંભાળ્યા બાદ ‘અગ્નિપથ’ પર ચાલવું તેમની નિયતિ બની ગઇ હતી, અને મોદીનો સ્વભાવ મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરવાનો રહ્યો છે. તેથી તમામ પ્રકારના વિરોધીઓ વચ્ચે તેઓ બસ તેમના માર્ગ પર આગળ વધતા રહ્યા.

જેવી રીતે આગમાં તપીને સોનું બને છે, બસ એવી જ રીતે રાજકારણના ‘અગ્નિપથ’ ની ભીષણ આગમાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ વધુ નિખરીને ઉભર્યું છે. જ્યારે મોદી ગાંધીનગરની ખુરશી પર બેઠા, ત્યારે ગુજરાતનું રાજકીય અને સામાજિક પરિદૃષ્ય કંઇક એવું હતું કે મુખ્યમંત્રી તરીકે શાસન કરવું એક મોટો પડકાર હતો.

કચ્છના પુનર્નિર્માણના વિરાટ પડકારથી લઇને રાજ્યમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોની કથળી રહેલી સ્થિતિ સિવાય, ઉદ્યોગ અને મૂડી રોકાણ ક્ષેત્રમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે મોદીએ એક નવી યોજના તૈયાર કરી.

શાસન ચલાવવાની મોદીની પોતાની એક અલગ રીત છે. કહેવાય છે કે મુખ્યમંત્રી બન્યા બાદ વહીવટી અધિકારીઓ સાથે પહેલી બેઠકમાં તેઓ શાંત બેઠા રહ્યા અને અધિકારીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનું કહ્યું. આ રીતે લોકોની ક્ષમતાને ઓળખવાની તેમની રીત ચોંકાવનારી હતી.

મોદીએ ગુજરાતમાં તેમની પારીની શરૂઆત સાથે જ સર્વપ્રથમ સુશાસનની સ્થાપના પર ભાર મૂક્યો. ઔદ્યોગિક રાજ્ય તરીકે ધુંધળી થયેલી ગુજરાતની છબિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવવા માટે અથાક પ્રયાસો કર્યા. નરેન્દ્ર મોદીએ લોક ફરિયાદોનું ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન કરવા માટે ‘સ્વાગત’ના રૂપમાં એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું,

જે તે સમયે દેશમાં આ પ્રકારનો એકમાત્ર કાર્યક્રમ હતો. અધિકારીઓને તેમણે વાતાનકૂલિત કચેરીઓમાંથી બહાર નીકળીને લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાની શીખ આપી. મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા, ખેલ મહાકુંભ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક નવું મોડલ રજૂ કર્યું.

મોદીએ પ્રવાસનની વિરાટ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમ શરૂ કર્યા. ‘ખુશ્બૂ ગુજરાત કી’ પ્રવાસન અભિયાનથી ગુજરાતના પ્રવાસન આકર્ષણો દેશ અને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગુજરાતમાં તેમણે આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી.

નર્મદા જેવી વિશાળ નદી હોવા છતાં ગુજરાતની આ સ્થિતિથી તેઓ ચિંતિત હતા. સરદાર સરોવર ડેમના નિર્માણમાં અનેક વિઘ્નો આવી રહ્યા હતા. પણ તેમણે આ મહત્વાકાંક્ષી પરિયોજનાને સાકાર કરવાનો અટલ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નર્મદાના પાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે અને ખેડૂતો માટે વરદાન સાબિત થયા છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ ઘટનાને ૨૨ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને સમગ્ર વિશ્વમાં તેમનો ડંકો વાગી રહ્યો છે. પ્રસ્તુત છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો અને વિવિધ ક્ષેત્રોમાં શરૂ કરેલી યોજનાઓ અને કાર્યક્રમોની એક ઝલકઃ

કૃષિઃ એક શુષ્ક રાજ્ય ગણાતા ગુજરાતને કૃષિ ક્ષેત્રમાં સફળતાની ઉંચાઈઓ પર લઈ જવું એ નરેન્દ્ર મોદીનું ઉલ્લેખનીય કાર્ય છે. ખેતી અને ખેડૂતોની મુશ્કેલીઓને સમજીને તે દિશામાં વિવિધ કાર્યક્રમો અને નીતિઓ અમલી બનાવવામાં આવી. આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, નર્મદા નહેર અને સુજલામ સુફલામ યોજના દ્વારા સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી વગેરે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાંઓ છે.

આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા વાર્ષિક ?૬૦૦૦ની સહાયતા સીધી ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા થાય છે. સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષોમાં ૬૯,૦૦૦ કિમી લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ થયું છે. આદિવાસી ક્ષેત્રોમાં સિંચાઈની સુવિધાઓ વધી છે. મોદીજીએ સૂક્ષ્મ સિંચાઇનો વિસ્તાર વધાર્યો અને સાથે જ સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ શરૂ કરી, જેનાથી ખેડૂતોને તેમની જમીન માટે કયો પાક શ્રેષ્ઠ છે તેની જાણકારી મળતી થઈ.

ગુજરાત આજે મગફળી અને એરંડિયાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પર અને કપાસના ઉત્પાદનમાં બીજા સ્થાન પર છે. વર્ષ ૨૦૦૨માં જ્યાં ધાન્ય પાકોનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રિક ટન હતું, તે ૨૦૨૩માં વધીને ૮૭.૨૧ લાખ મેટ્રિક ટન થયું છે. તે જ રીતે બાગાયત પાકોનું ઉત્પાદન ૨૦૦૨માં ૬૨.૦૧ લાખ મેટ્રિક ટનની સરખામણીએ ૨૦૨૩માં ૨૬૪.૪૪ લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે. ગુજરાતમાં ચેકડેમોની સંખ્યા ૨૦૦૨માં ૩૫૦૦ હતી જે ૨૦૨૩માં વધીને ૧,૬૫,૦૦૦ થઈ છે.

ઊર્જાઃ એક સમયે વીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ રાજ્ય બન્યું છે. રાતે મીણબત્તીના પ્રકાશમાં ભોજન કરતા ગુજરાતના લોકો માટે નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ ૧૮ હજાર ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી અને ગામોને ૨૪ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો.

આજે સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. ૩૧ જૂલાઈ, ૨૦૨૩ સુધીમાં ગુજરાતમાં ૨૮૪૨ મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ કાર્યરત છે. ચારણકામાં દેશનો પ્રથમ સોલાર પાર્ક સ્થિત છે, તેમજ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે.

૨૦૦૨ માં રાજ્યમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન ફક્ત ૯૯ મેગાવોટ હતુ, જ્યારે ૨૦૨૩માં તે વધીને ૨૧,૫૦૪ મેગાવોટ થયું છે. આ જ રીતે, પરંપરાગત વીજળીનું ઉત્પાદન પણ ૨૦૦૨માં ૮૭૫૦ મેગાવોટમાંથી વધીને ૨૦૨૩માં ૪૫, ૦૨૬ મેગાવોટ થઈ ગયું છે. ગુજરાતમાં ૪૦,૦૦૦ કિમીથી પણ લાંબુ ગેસ પાઇપલાઇન નેટવર્ક છે, જેના દ્વારા ઘરે-ઘરે રાંધણગેસ પહોંચ્યું છે.

શિક્ષણ ઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો. તેઓની શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવી પહેલો થકી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન થયું. કન્યા કેળવણી માટે નરેન્દ્ર મોદીએ એક વિશેષ ભંડોળ બનાવ્યું, અને પોતાને મળેલી ભેટ-સોગાતોની હરાજી કરાવીને તેમાંથી મળેલી રકમને કન્યાઓના શિક્ષણ ભંડોળમાં દાનમાં આપી.

રાજ્યમાં આજે દેશનું પ્રથમ વિશ્વ સ્તરીય કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત લર્નિંગ આઉટકમ આધારિક સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની લગભગ ૨૦,૦૦૦ શાળાઓમાં આમૂલ પરિવર્તન લાવવા માટે ?૧૦,૦૦૦ કરોડના ખર્ચે ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

શિક્ષણ ક્ષેત્રે અમલી બનેલી વિવિધ પહેલો અને યોજનાઓને પરિણામે વર્ષ ૨૦૦૨માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ૩૭.૨૨ ટકા હતો, જે આજે ઘટીને ૨.૮ ટકા થયો છે. રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજાેની સંખ્યા ૨૦૦૨માં અનુક્રમે ૧૪ અને ૬૮૫ હતી, જે ૨૦૨૩માં વધીને અનુક્રમે ૧૦૮ અને ૨૮૪૮ થઈ છે. રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણ આપતી કોલેજાેની સંખ્યામાં પણ વધારો થયો છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે અત્યારસુધીમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને ?૧૮૫૦ કરોડથી વધુની સહાયતા ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત એમબીબીએસનો અભ્યાસ કરતી ૧૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને અત્યારસુધીમાં ?

૪૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. શોધ (જીૐર્ંડ્ઢૐ) યોજના અંતર્ગત પીએચડી કરતા ૨૬૭૬થી વધુ વિદ્યાર્થીઓને અત્યારસુધીમાં ?૬૯.૯૦ કરોડથી વધુની સહાયતા આપવામાં આવી છે. ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજાે તથા ટેકનિકલ શિક્ષણની સરકારી કોલેજાેના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને લાઈફસ્કીલ,

એમ્પ્લોયબીલીટી સ્કીલ અને ફંકશનલ તેમજ સ્પોકન ઈંગ્લીશની કુલ ૮૦ કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા, ગુજરાત યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય પૂરી પાડીને યોગ્ય પ્લેટફોર્મ પ્રદાન કરીને આર્ત્મનિભર ભારતના સ્વપ્નને આગળ ધપાવી રહ્યું છે.

ઉદ્યોગ ઃ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા ૨૨ વર્ષોમાં હરણફાળ ભરી છે. છેલ્લા બે દાયકાઓમાં ઉદ્યોગો માટે સાનુકૂળ નીતિઓ, વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને કારણે વિશ્વના મોટા-મોટા ઉદ્યોગોએ ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે.

ગુજરાતને મળેલી કેટલી ખાસ ભેટ
૧. સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરીઃ ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધાના માત્ર ૧૭ દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી આપી દીધી અને આ રીતે ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું. ૨. ગુજરાતને વર્ષોથી બાકી રહેલી ક્રૂડ રોયલ્ટી મળીઃ

વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ માર્ચ ૨૦૧૫માં ક્રૂડની રોયલ્ટી સંબંધિત એક મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. ૮૦૦ કરોડ આપવાનો ર્નિણય કર્યો. ૩. બુલેટ ટ્રેન ૪. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના.

૫. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ૬. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સ્થિતિ. ૭. એઈમ્સ, રાજકોટ ૮. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદ્‌ઘાટન ૯. લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટ ૧૦. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી ૧૧. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર ૧૨.વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

૧૩. ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ. ૧૪. ય્ૈંહ્લ્‌ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ૧૫. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન ૧૬. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી ૧૭. રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ ૧૮. દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ

૧૯.ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનું લોકાર્પણ ૨૦. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૧૦૦૦ કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓનું નિર્માણ ચાલી રહ્યું છે. ૨૧. ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન ૨૨. ભારતના ય્૨૦ પ્રમુખપદ હેઠળ ગુજરાતમાં ૧૮ બેઠકોનું આયોજન

૨૩. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સહિત કુલ ૬ શહેરો પસંદ કરવામાં આવ્યા છે. ૨૪. નવસારીમા ઁસ્ મિત્ર પાર્ક ૨૫.ભુજમાં સ્મૃતિ વન ભૂકંપ સ્મારક ૨૬.અંજાર, કચ્છમાં વીર બાલ સ્મારક ૨૭. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ

૨૮. ભાવનગરમાં વિશ્વના પ્રથમ ઝ્રદ્ગય્ ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ. ૨૯.સાબરમતી રિવરફ્રન્ટમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ. ૩૦. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ૩૧. અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસના કામો ૩૨. એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે, જૂનાગઢ ૩૩.એસ્ટોલ પ્રોજેક્ ૩૪.વિદ્યા સમીક્ષા કેન્દ્ર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.