Western Times News

Gujarati News

ગાંધીનગરના કલાકારોનું પ્રભારી રાજયોગિની કૈલાશદીદીએ સન્માન કર્યું

ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય શાંતિવન આબુના આનંદ સરોવરમાં ‘રાજનીતિજ્ઞો માટે ‘પ્રેરણાદાયક નેતૃત્વ માટે પરમાત્મ શક્તિઓ અને વરદાનોની પ્રાપ્તિ’ વિષય પર આયોજિત ત્રિદિવસીય સંમેલનના ઉદઘાટનમાં નર્તન ડાન્સ એકેડેમી ગાંધીનગરના કલાકારો દ્વારા રજુ થયેલ ઉત્કૃષ્ટ કલ્ચરલ પ્રસ્તુતી બદલ બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮ ગાંધીનગર પ્રભારી રાજયોગિની કૈલાશદીદીજી એ સન્માન કરેલ.

બ્રહ્માકુમારીઝ, સેકટર.૨૮, ગાંધીનગર ખાતે આયોજિત ઉક્ત સન્માન કાર્યક્રમના શુભારંભમાં પરમપિતા પરમાત્મા શિવબાબાના આહવાન બાદ કલાગુરુ હાર્દિકા શુક્લ ભટ્ટ દ્વારા ‘યે મત કહો ખુદાસે,મેરી મુશ્કીલેં બડી હૈ ,મેરી મુશ્કીલોં સે કહ દો મેરા ખુદા બડા હૈ પર સુંદર ડાન્સ રજુ કરી સૌના દિલ જીતી લીધાં હતા.

ખુશીના આ સુંદર સમાગમમાં આદરણીય દીદીજી એ તેમના ઉદબોધનમાં આબુ સંમેલનમાં કલચરલ કૃતી રજુ કરનાર નર્તન ડાન્સ એકેડેમી ગાંધીનગરના કલાગુરુ હાર્દિકા શુક્લ ભટ્ટ સહિત સૌ કલાકાર આયુષી શર્મા, ખુશાલી ઉપાધ્યાય, ધિમહી દવે, પૂનમ ભગોરા, નેહલબેન ભટ્ટ, ક્રિષ્ણાબેન ત્રિવદી, દુર્વા વ્યાસ, નમસ્વી શાહ, યાસ્ક ગાંધીની

યાદગાર પ્રસ્તુતીની ભરપૂર પ્રશંસા કરેલ અને આ ઉમદા કળાના માર્ગે તેઓ ખુબ આગળ વધે અને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે નર્તન ડાન્સ એકેડેમી ગાંધીનગરની સાથે સાથે પાટનગર ગાંધીનગર અને ભારતનું નામ રોશન કરે તેવા દિલના આશીર્વાદ આપેલ.

સન્માનના આ કાર્યક્રમમાં દીદીજી દ્વારા સૌનું આત્મસ્મૃતિ તિલક કરી,પુષ્પગુચ્છ અને સુંદર પ્રમાણપત્ર પણ એનાયત કરી સન્માન કરવામાં આવતાં સૌના ચહેરા પર અનોખી ખુશી, આનંદ અને અહોભાવ ઝલકી રહ્યો હતો.

ઉમંગ ઉત્સાહના આ મહોલથી પ્રેરિત થઈ આદરણીય દીદીજી પણ ‘અકેલે હી તો આયા થા, અકેલે સબકો જાના હૈ, વિકારો મેં ન ફસ બંદે, તુજે સતયુગ મેં જાના હૈ’ સુંદર ગીત પ્રસ્તુત કરી સૌને સતયુગી દુનિયાની અલૌકિક સફર કરાવેલ. અંતે નર્તન ડાન્સ એકેડેમી તરફ્થી કલાગુરુ હાર્દિકા શુક્લ દ્વારા આવા દિલ પસંદ સન્માન બદલ આદરણીય કૈલાશદીદીજી અને બ્રહ્માકુમારીઝનો દિલથી આભાર માનવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.