“ખોટી લગ્ન નોંધણી અટકાવવા કાયદામાં સુધારો કરવાની માંગ”
૧૦ ઓકટોબરે સુરત ખાતે એસપીજી દ્વારા સર્વ સમાજની ચિંતન શિબિર યોજાશે: ૮ અંતરિયાળ ગામોમાં ૪૧૩૦ જેટલી ખોટી નોંધણી થયાનો દાવો
મહેસાણા, રાજયના આઠ જેટલાં અંતરિયાળ ગામોમાં ૪૧૩૦ જેટલા ખોટા લગ્ન નોંધાયા હોવાના દાવા સાથે સર્વસમાજના પ્રમુખોને સાથે રાખી આગામી ૧૦મી ઓકટોબરે સુરત ખાતે ચિંતન શિબિરનું આયોજન સરદાર પટેલ સેવાદળ દ્વારા કરાયું છે. દીકરીના ગામમાં જ લગ્નની નોંધણી થાય અને કાગળોનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરવું તેવો ફેરફાર લગ્ન નોંધણી અધિનિયમમાં કરવાની માંગ સંયુકત રીતે સરકાર સમક્ષ કરવા સહિતના નિર્ણયો આ બેઠકમાં લેવાશે.
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, માતા-પિતાની જાણ બહાર ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. અમારી રજુઆત પ્રેમલગ્નના વિરોધ માટે જરાય નથીપણ કાયદામાં દીકરીને ૧૮ વર્ષે લગ્ન કરવાની છૂટ અપાયેલી છે ત્યારે
આ ઉંમરે લગ્નજીવન અંગે પૂરતી સમજણ કેળવાયેલી હોતી નથી અને વિજાતીય આકર્ષણ, જાેખમો લેવાની હિંમત વગેરેનો ગેરલાભ લઈ લબરમુછીયાઓ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને હિંદુ વિધિ મુજબ લગ્ન વિધિ થઈ જ ન હોય તો પણ ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી તેના આધારે દીકરીઓને ભગાડી જાય છે,
જેમાં દીકરીની જીંદગી બરબાદ થવા ઉપરાંત તેના માતા-પિતા પણ મુશ્કેલીમાં મુકાય છે. સમાજાે વચ્ચે વેરઝેર અને વર્ગ વિગ્રહ પેદા થાય છે. સામાજિક ભાવના તૂટે છે. આ પ્રશ્ન દરેક સમાજને સતાવી રહ્યો છે.
સરકારે અગાઉ પ્રજાહિતમાં કાયદામાં સુધારા કરેલા છે. અત્યારે ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમ ર૦૦૬ અંતર્ગત કોઈપણ જગ્યાએ લગ્ન નોંધણી થતી હોવાના કારણે ખોટા લગ્ન નોંધાવાની ઘટનાઓ વધી રહી છે. આંતરિયાળ ગામોના આંકડા જાેઈએ તો અમરેલીના વડિયામાં ૩ વર્ષમાં ૧૬૩૯,
બનાસકાંઠાના સમોનાના એક વર્ષમાં ૧પ૯, બાલુન્દ્રામાં ૩ મહિનામાં ૭૦, ખેડાના લસુન્દ્રામાં બે વર્ષમાં ૪૬૦, આણંદના રેલ, વલ્લી, ખાખસર અને જીનજ ગામમાં પાંચ વર્ષમાં (એક અધિકારીની જે ગામમાં બદલી થઈ ત્યાં વધુ નોંધણી થઈ છે) ૧૮૦ર લગ્ન નોંધણી થઈ છે. જેમાં અધુરા અને બનાવટી દસ્તાવેજાે, લગ્ન વિધિ થઈ જ ન હોય તેવું લગ્નસ્થળ દર્શાવ્યું હોય,
અન્ય જિલ્લા કે રાજયના લોકોએ પણ નોંધણી કરાવી હોય, અનેક લગ્નોમાં એક જ સાક્ષી હોય, દસ્તાવેજાેનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોય તેવું જાેવા મળ્યું છે. આવાં ખોટા લગ્ન અટકાવવા સરકાર વહેલી તકે કાયદામાં સુધારો કરે એવી માંગ છે.