Western Times News

Gujarati News

ન્યુટ્રલ આલ્કોહોલને GSTમાંથી મુક્તિ આપવામાં આવશે

લોટથી લઇને દારૂ સુધી શું થશે સસ્તું અને શું થશે મોઘું?

(એજન્સી)નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેટ દ્વારા તેમની પેટાકંપનીઓને આપવામાં આવતી ગેરંટી પર ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવશે. જાે કે, ડિરેક્ટર દ્વારા કંપનીને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં.

કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણની આગેવાની હેઠળની કાઉન્સિલે અને રાજ્યોના સમકક્ષોનો સમાવેશ કરીને મોલાસીસ પરનો જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો.

બેઠકમાં માનવ વપરાશ માટે દારૂ પર ટેક્સ લગાવવાનો અધિકાર પણ રાજ્યોને સોંપવામાં આવ્યો હતો. એવામાં, માનવ વપરાશ માટે વધારાના ન્યુટ્રલ આલ્કોહોલને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે, જ્યારે ઔદ્યોગિક ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતા ઈદ્ગછ પર ૧૮ ટકા જીએસટી લાદવામાં આવશે.

જીએસટી કાઉન્સિલની ૫૨મી બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીતારમણે કહ્યું કે મોલાસીસ પરના ય્જી્‌માં ઘટાડાથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે અને તેમના લેણાં ઝડપથી ચૂકવી શકાશે. તેમણે કહ્યું છે કે કાઉન્સિલ અને અમને બધાને લાગે છે કે આનાથી પશુ આહાર બનાવવાનો ખર્ચ પણ ઘટશે, જે મોટી વાત હશે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કાઉન્સિલે ર્નિણય લીધો છે કે જ્યારે કોઈ ડિરેક્ટર કોઈ કંપનીને કોર્પોરેટ ગેરંટી આપે છે, ત્યારે સેવાનું મૂલ્ય શૂન્ય ગણવામાં આવશે અને તેથી તેના પર કોઈ જીએસટી લાગુ થશે નહીં. તેમણે વધુમાં કહ્યું, ‘જ્યારે કોઈ કંપની તેની પેટાકંપનીને કોર્પોરેટ ગેરંટી આપે છે,

ત્યારે તે ધ્યાનમાં લેવામાં આવશે કે સેવાનું મૂલ્ય કોર્પોરેટ ગેરંટીનો ટકાવારી છે. તેથી કુલ રકમના એક ટકા પર ૧૮ ટકા જીએસટી લાગુ થશે. કાઉન્સિલે લેબલવાળા બરછટ અનાજના લોટ પર પાંચ ટકા ટેક્સ લાદવાનું નક્કી કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.