Western Times News

Gujarati News

“દૂસરી મા “ દાદાજી (સુનિલ દત્ત) યશોદાના ચાના સ્ટોલ પર નહીં જઈ શકે તે માટે તેમના ચપ્પલ કાપી નાખે છે

એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં ડ્રામા દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ આપશે.

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “અરવિંદ (મયંક મિશ્રા) દાદાજી (સુનિલ દત્ત) યશોદાના ચાના સ્ટોલ પર નહીં જઈ શકે તે માટે તેમના ચપ્પલ કાપી નાખે છે. આમ છતાં દાદાજી ઉઘાડા પગે નીકળી પડે છે, જેને લીધે તેમને અસ્વસ્થતા લાગે છે. બજારમાં કૃષ્ણા (આયુધ ભાનુશાલી) દાદાજીને ખુલ્લા પગે માલતી (અનિતા પ્રદાન) સાથે જતાં જુએ છે અને તેમને ચપ્પલ સમારી આપવા કહે છે. કામિની (પ્રીતિ સહાય) આ જુએ છે અને અરવિંદને જાણ કરે છે, જેથી તે ગુસ્સે ભરાય છે.

યશોદા દાદાજીની મુશ્કેલી જુએ છે અને તેમના પ્રત્યે ગેરવ્યવહાર માટે પોતાના પરિવાર પર નારાજ થાય છે. કૃષ્ણા બધાને કહે છે કે મોચીએ કહ્યું છે કે કોઈકે જાણીબૂજીને દાદાજીના ચપ્પલને હાનિ પહોંચાડી છે, જેને લઈ તેમની કસૂરવાર ભાવના ઘેરી બને છે. દુકાનમાં અરવિંદ રિપેમેન્ટની માગણી કરતી રણધીર (દર્શન દવે) પાસેથી યશોદાને નોટિસ મોકલે છે. ઉપરાંત તે યશોદાને અપમાનિત કરે છે, જેને લઈ તેનું દુઃખ વધે છે.

રણધીરની ઉધારી ચૂકવવા માટે યશોદા મંગળસૂત્ર વેચવા માગે છે, પરંતુ કૃષ્ણા તેને રોકે છે. ઘરે સુરેશ અને માલતી ગેરવલ્લે એટીએમ, જ્વેલરી અને નાણાં વિશે પૂછપરછ કરે છે. અરવિંદ કોઈ પણ સંજોગોમાં તેઓ યશોદાને સહાય નહીં કરે તેનું ધ્યાન રાખે છે, જેને લઈ તેઓ ભાંગી પડે છે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ યોગેશ ત્રિપાઠી)નો પરિવાર ઘરમાં પાલતુ કૂતરો લાવવા માગે છે, પરંતુ હપ્પુ ધરાર ના પાડે છે, કારણ કે તેને જનાવરો બિલકુલ ગમતાં નથી. તેમને અજાણતા તેમના ઘરની બહાર ઊભેલો રખડતો શ્વાન તેમની વાતો સાંભળે છે.

દરમિયાન કમિશનર (કિશોર ભાનુશાલી) પુરાવાનો મહત્ત્વપૂર્ણ ભાગ ગુનેગાર શાકાલના અંડરગારમેન્ટ પ્રાપ્ત કરે છે અને તેમની ટીમને તેને પકડી પાડવા માટે શ્વાન પથકને કામે લદાવવા સૂચના આપે છે. બદનસીબે તેમના પ્રયાસ નિષ્ફળ જાય છે, કારણ કે આખું શ્વાન પથક હાલમાં તાલીમ લઈ રહ્યું હોય છે.

ઘરે પાછા વળતી વખતે હપ્પુના સ્કૂટરમાં બગાડ થાય છે અને ગલીનો કૂતરો તેને કરડે છે. હવે તે અચાનક કૂતરા જેવું વર્તન કરવા લાગે છે, જેને લઈ બધા જ ભયભીત થાય છે. આવી પરિસ્થિતિમાં પણ હપ્પુ નોકરીએ જાય છે અને કમિશનર તેને ગુનેગારનું અંડરગારમેન્ટ ઉપયોગ કરીને તેની અંદર નવેસરથી આવેલાં કૂતરા જેવાં ઈન્દ્રિયોનો ઉપયોગ કરીને શાકાલનું પગેરું શોધવા સૂચના આપે છે.

દરમિયાન કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને રાજેશ (ગીતાંજલી મિશ્રા) હપ્પુના કૂતરા જેવા વર્તન માટે તબીબી સલાહ લે છે. ડોક્ટર તેને સાજો કરવા શોક થેરપી સૂચવે છે અને આખા પરિવારને પોતે કૂતરા જેવું વર્તન શરૂ કરવાની સલાહ આપે છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “વિભૂતિ (આસીફ શેખ)ને વિચિત્ર સપનું આવે છે, જેમાં તે યમરાજ બન્યો છે અને ગુના માટે અંગૂરી (શુભાંગી અત્રે)ને સજા આપે છે. અચાનક મધરાત્રે તે નિદ્રામાંથી ઊઠી જાય છે અને આંચકામાં ચીસ પાડે છે.

અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) તેના વર્તનથી ગુસ્સે થાય છે અને અન્યોના જીવનમાં ચંચુપાત નહીં કરવા માટે ચેતવણી આપે છે. આમ છતાં સપનાથી વિચલિત વિભૂતિ અપ્રત્યક્ષ રીતે અંગૂરીને સંકેત આપે છે કે તેણે કોઈ પણ ગુનો કરવાનું ટાળવું જોઈએ, જેનાથી તે મૂંઝવણમાં મુકાય છે. દરમિયાન તિવારી (રોહિતાશ ગૌર) અંગૂની ખાદ્યપદાર્થની લાંબી યાદી આપીને તેનો બિઝનેસ પાર્ટનર ડિનર માટે આવવાનો છે એવી માહિતી આપે છે.

આ સાથે મોડર્ન કોલોનીનું પોલીસ સ્ટેશન નવીનીકરણ હેઠળ જાય છે અને તેમની કામગીરીમાં મદદરૂપ થવા માટે તિવારી પોતાના ઘરને હંગામી કાર્યસ્થળમાં ફેરવવાની ઓફર કરે છે. રાત થતાં તિવારીના વેપારી ભાગીદાર ડિનર માટે આવે છે. તે અંગૂરીની સતામણી કરે છે, જેથી ગુસ્સામાં અંગૂરી ફ્રાઈંગ પેન તેને ફટકારે છે, જેમાં તેનું મૃત્યુ થાય છે.

તિવારી અને અંગૂરી ભયભીત થાય છે અને તુરંત મૃતદેહ છુપાવવાની યોજના બનાવે છે. વિભૂતિ પણ જોડાય છે અને અંગૂરીને દલીલબાજી કરીને ગુસ્સામાં ઘર છોડી જવાની સલાહ આપે છે, જેથી મૃતદેહ બેગમાં લઈ જઈ શકાય. જોકે અચાનક દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) અને કમિશનર (કિશોર ભાનુશાલી) અણધારી રીતે તેમના ઘરમાં આવતાં તેમની યોજનામાં અવરોધ આવે છે, જેને લઈ તેમને આંચકો લાગે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.