Western Times News

Gujarati News

14 ઓક્ટોબર સુધી ઈઝરાઈલ જનારી એર ઈન્ડીયાની તમામ ફ્લાઈટ કેન્સલ

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય બાદ ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધી ઈઝરાઈલમાં એર ઈન્ડીયાની એક પણ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય.

એરલાઈન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવથી આવતી-જતી ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી માટે, અમારી ફ્લાઇટ્‌સ આજદિન સુધી સ્થગિત રહેશે.

કંપનીના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધીના સમયગાળા માટે જે લોકોએ રિઝર્વેશન કરાવ્યું છે તેમની મદદ માટેના શક્ય હોય તેટલા પ્રયાસો કરાશે. એર ઇન્ડિયા અઠવાડિયામાં દર પાંચ દિવસે દિલ્હીથી તેલ અવીવની પાંચ ફ્લાઇટ્‌સનું સંચાલન કરે છે.

દિલ્હીથી તેલ અવીવની ફ્લાઇટ્‌સનું સંચાલન સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે કરવામાં આવે છે. તેલ અવીવથી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટમાં ભારત આવી રહેલા એર ઇન્ડિયાના કેબિન ક્રૂ અને પાઇલટની તસવીર પણ સામે આવી છે.

શનિવારે દિલ્હીથી તેલ અવીવ જતી ફ્લાઇટ એઆઇ૧૩૯ અને રિટર્ન ફ્લાઇટ એઆઇ૧૪૦ પણ રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે હમાસના આતંકીઓએ ૨૦ મિનિટમાં ઈઝરાઈલ પર ૫૦૦૦ રોકેટ છોડતાં જ બન્ને દેશો વચ્ચે યુદ્ધના મંડાણ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.